તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વૈચ્છિક બંધ:ખેરગામમાં 30મી સુધી દર શનિ-રવિ સ્વૈચ્છિક બંધ રખાશે

ખેરગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સરપંચ અને વેપારીઓની બેઠકમાં સહમતિ સધાઇ

કોરોના મહામારીના પગલે લોકોમાં સંક્રમણ અટકાવવા ખેરગામ વિસ્તારમાં વેપારીઓની તાકીદની મિટીંગ ગ્રામ પંચાયતના હોલમાં સરપંચ કાર્તિક પટેલ, પીએસઆઇ તથા અગ્રણી વેપારીઓની ઉપસ્થિતિમાં યોજાઇ હતી,જેમાં વેપારીઓએ 30મી સુધી શનિ-રવિ બંધ રાખવા નિર્ણય લીધો હતો.

ખેરગામ ગ્રામ પંચાયત કચેરીના હોલમાં ઈનચાર્જ સરપંચ અને ખેરગામ નગરના વેપારી મંડળના આગેવાનો સાથે બેઠક યોજી 11 એપ્રિલ રવિવારે સ્વૈચ્છિક ખેરગામ નગરને સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યાબાદ 30 એપ્રિલ સુધીમાં આવતા દરેક શનિ-રવિમાં મેડિકલ સ્ટોર સિવાય ખેરગામ નગરમાં દરેક વેપાર ધધાં સહિત સ્વૈચ્છિક સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સાથે ગામમાં રીક્ષા ફેરવી લોકોને અપીલ કરવામાં આવી છે. વધુમાં લોકો માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્ટ રાખે અને કામ વગર ઘરની બહાર નહીં નીકળવા પણ અપીલ કરવામાં આવી હતી.

બેઠકમાં ખેરગામ પોલીસ મથકના મહિલા પીએસઆઇ એસ.એસ.માલ ઉપસ્થિત રહી વેપારીઓને દુકાનમાં આવતા ગ્રાહકોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જણાવ્યું હતું. આ બેઠકમાં ઈનચાર્જ સરપંચ કાર્તિક પટેલ, વેપારી મંડળના અગ્રણી અમ્રતભાઈ પટેલ, ભૌતેશ કંસારા, શૈલેષભાઈ ટેલર, સતિષભાઈ પટેલ, શકીલ શેખ, પ્રેમકુમાર સહિતના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો