કાર્યવાહી:ખેરગામ પોલીસે કારનો પીછો કરી દારૂ ઝડપ્યો, ચાલક ફરાર

ખેરગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેરગામ પોલીસે કારનો પીછો કરી દારૂ સહિત 2.90 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.

ખેરગામ પોલીસને મળેલી બાતમીના આધારે ખેરગામ પોલીસ મથકના મહિલા પીએસઆઇ એસ.એસ.માલ સ્ટાફના પીનલ પટેલ, સંદીપ પટેલ, નરસિંહ પટેલ સહિતનાએ જામનપાડા દુકાન ફળિયા ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી સ્વીફટ કાર (નં. GJ-15-CB-7414) ત્યાંથી પસાર થતા તેને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક પોલીસને જોઈ કારને પૂરઝડપે હંકારી દૂર કાર ઉભી રાખી ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી પાસપરમીટ વિનાનો વિદેશી દારૂની બોટલ નંગ 769 કિંમત રૂ.40,900 મળી આવી હતી. પોલીસે દારૂ સહિત કારની કિંમત રૂ. 2.50 લાખ રૂપિયા મળી કુલ 2.90 લાખ ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જ્યારે નાનાપોઢા નાયેલી ફળિયામાં રહેતો કારચાલક સુરેન્દ્ર પટેલને ફરાર જાહેર કરી મહિલા પીએસઆઇ એસ.એસ.માલે તપાસ હાથ ધરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી નવસારી િજલ્લામાં થઈ રહેલી દારૂની હેરાફેરી અટકાવવા પોલીસે કમર કસી છે.

અન્ય સમાચારો પણ છે...