તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:ખેરગામ લિંક રોડનું ચાર વખત સમારકામ છતાં સ્થિતિ યથાવત, રસ્તા ઉપર ફરી ખાડા પડી જતા રાહદારીઓને હાલાકી

ખેરગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેરગામ રામજી મંદિર બાયપાસ રસ્તાથી જનતા હાઈસ્કૂલ વલસાડ રોડને જોડતો લિંક રોડ ઉપર પડેલા ખાડા દૂર કરવા માર્ગ મકાન વિભાગ દ્વારા ચોમાસામાં ત્રણ-ચાર વખત સમારકામ કરાયું હતું,પરંતુ આ રસ્તે ભારે વાહનોની અવરજવરના કારણે રસ્તા ઉપર ફરી ખાડા પડી જતા અહીંથી પસાર થતા રાહદારીઓ હાલાકી વેઠી રહયા છે. ખેરગામ રામજી મંદિર, જૂની એન્કર ફેકટરી થઈને વલસાડના મુખ્ય માર્ગને જોડતો લિંકરોડ નાના અને મોટા ભારે વાહનોથી સતત ધમધમતો વ્યસ્ત માર્ગ છે,પરંતુ વખતો વખત રસ્તાની દુર્દશાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ ઘણી હાલાકી વેઠતા આવ્યા છે.

આ રસ્તા ઉપર મટીરીયલ બહાર આવી ખાડા પડી ગયેલા છે.ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ત્રણથી ચાર વખત માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમારકામ હાથ ધરી ખાડા પૂરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.અને તાજેતરમાં જ થોડા દિવસ પૂર્વે રસ્તાનું સમારકામ થયું હતું,પરંતુ મોટા અને ભારે વાહનો ચીખલી રોડ પોસ્ટ ઓફિસ થઈ બાયપાસ રોડ થઇને આ લીંક રોડ ઉપરથી જ પસાર થતા હોય રસ્તા ઉપર ફરીથી ખાડા થઈ ગયા છે.

રસ્તો નવો બનાવવા છેલ્લા ઘણા સમયથી લોકોની માંગ ઉઠેલી છે,તેમજ આ રસ્તે ભારે વાહનોની અવર-જવર વધુ રહેતી હોય સીસી રોડનું નિર્માણ કરવામાં આવે જેથી રસ્તાનું અસ્તિત્વ લાંબા સમય સુધી ટકી રહે અને રસ્તાનું મજબૂતીકરણ વ્યવસ્થિત રીતે થાય એવી પણ કેટલાક સ્થાનિક લોકો દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી રહી છે.

800 મીટરનો માર્ગ પાણી ભરાવાથી તૂટે છે
રાજ્ય ધોરીમાર્ગ ચીખલી ધરમપુરને જોડતો ખેરગામ વાયા જનતા હાઇસ્કૂલનો જોડાણ માર્ગ ભારે વાહનોથી ધમધમે છે,એની મજબૂતી પણ એટલી જ જરૂરી છે આ ૮૦૦ મીટર જેટલા લંબાઈના માર્ગમાં વરસાદી પાણી ભરાવાના લીધે ભારે વાહનોના સતત મારથી ભયંકર ખાડાઓ સર્જાય છે,તેની દુર્દશા થતા વાહનચાલકો ત્રાસ અનુભવે છે.જેથી મુખ્ય બે વળાંકમાં ડિવાઈડર સાથેનો સાડાસાત મીટર પહોળા આરસીસીના રસ્તા બને તે સમયની માંગ છે.જેથી દર ચોમાસાની યાતનામાંથી કાયમી મુક્તિ મળે.પાણી નિકાલની ગટર પણ અત્યંત જરૂરી છે. = વિનોદભાઈ મિસ્ત્રી,સ્થાનિક જાગૃત નાગરિક ખેરગામ

ચોમાસા બાદ કામગીરી હાથ ધરાશે
રસ્તા ઉપર પડેલા ખાડાઓ દૂર થાય તે માટે અમે ત્રણથી ચાર વખત રસ્તાની મરામત કામગીરી કરાવી હતી.તેમજ રસ્તાનું નવિનીકરણ માટે સરકારી મંજૂરી મળી ગયેલી હોય પરંતુ હાલમાં ચોમાસુ ચાલતુ હોવાથી કામગીરી થઈ શકી નથી,ચોમાસુ પૂર્ણ થાય પછી રસ્તાનું નવિનીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.રૂપિયા ૨૫ લાખના ખર્ચે રસ્તાનું નવીનીકરણ હાથ ધરાશે. - મયુર પટેલ, આસી.ઈજનેર મા×મ.પેટા વિભાગ

અન્ય સમાચારો પણ છે...