આનંદની લાગણી છવાઇ:ખેરગામને પ્રથમ એક્સપ્રેસ મળી ખેરગામ-મહેસાણા બસનો પ્રારંભ

ખેરગામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવી બસ સેવાથી મુસાફરોમાં આનંદની લાગણી છવાઇ

ધરમપુર મહેસાણા વાયા ખેરગામ એક્સપ્રેસ બસ સેવાનો પ્રારંભ થતા ખેરગામ તાલુકાને લાંબા અંતરની પ્રથમ એક્સપ્રેસ મળતા લોકોએ આનંદની લાગણી અનુભવી હતી. ધરમપુર ડેપો વલસાડ વિભાગમાં છે અને ધરમપુર ખેરગામ ચીખલી રાજ્ય ધોરીમાર્ગ 181 થી જોડાયેલું છે છતાં ખેરગામને લાંબા અંતરની બસ સેવાનો લાભ મળતો નથી, જેથી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિરે મહેસાણા વિભાગને રજૂઆત કરતા મહેસાણા ડેપોની ચીખલી ખેરગામ ધરમપુર એક્સપ્રેસ બસ સેવાનો પ્રારંભ થયો છે.

મહેસાણાથી સવારે 8:20 કલાકે ઉપડી અમદાવાદ 10-25 વડોદરા 12:45 મકરપુરા 13-05 ભરૂચ 14 -50 અંકલેશ્વર 15-15 સુરત 16-25 નવસારી 17-30 બીલીમોરા 18-05 ચીખલી 18-20 ખેરગામ 18-45 થઈ ધરમપુર 19-10 કલાકે પહોંચશે. ધરમપુરથી સવારે 8-15 ઉપડી ખેરગામ 8-35, ચીખલી 9-05 બીલીમોરા 9- 20 નવસારી 10-15 સુરત 11-05 ભરૂચ 12-40 મકરપુરા 14-25, વડોદરા 14-45 અમદાવાદ 17 20 થઈ મહેસાણા 1905 કલાકે પહોંચશે. આ બસમાં ઓનલાઈન બુકિંગ કરી શકાય છે. ખેરગામ તાલુકાને સૌપ્રથમ વખત લાંબા અંતરની એક્સપ્રેસ બસ સેવા પ્રાપ્ત થતા તાલુકાની મુસાફર જનતામાં આનંદની લાગણી પ્રસરી છે ખાસ કરીને સીધી વડોદરા અમદાવાદ જવાની આ પ્રથમ બસસેવા છે.

અન્ય સમાચારો પણ છે...