તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખેરગામ કોંગ્રેસની કોરોના મૃતકોના પરિવારને 4 લાખની સહાયની માંગ

ખેરગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક ધારાસભ્ય અનંતભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં ખેડૂતોનું દેવું માફ કરવા રાજ્યમાં વધી રહેલી બેરોજગારી કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ અને તેમના પરિવારને 4 લાખની સહાય આપવાનો ઠરાવ કરીને રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી.

વધતી જતી મોંઘવારી પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ,ખાવાનું તેલના ભાવ વધારાની સામે ખેરગામ તાલુકા કોંગ્રેસ સમિતિએ ગાંધીસર્કલ (દશેરા ટેકરી) પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોરશોરથી ‘સસ્તો દારૂ મોંઘુ તેલ, ખેત પેદાશો કરતા મોંઘુ તેલ ઘા પર મીઠું જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

જેમાં ખેરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શશીનભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, ઈશ્વરભાઈ પટેલ, યુથ કોંગ્રેસના પુરવભાઇ તલાવયા, અમિતભાઈ પટેલ સહિતના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...