ગ્રામજનોમાં અનેક ચર્ચા:ખેરગામ ભૈરવીના યુવકની ઔરંગા નદીમાં મોતની છલાંગ, મિત્રોને ફોન કરી ઘરે પ્રસંગ હોય આવવા કહ્યુ હતું

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ખેરગામ તાલુકાના ભૈરવી ગામનો 26 વર્ષીય યુવકે કુંતીખડકમાં આવેલ ઔરંગા નદીના બ્રિજ ઉપરથી છલાંગ લગાવતા તેનું મોત નીપજ્યું હતું. ખેરગામ તાલુકાના ભૈરવી તાડ ફળિયામાં રહેતા ભુપેન્દ્ર કુમાર કિશોરભાઈ પટેલ ઉ.વ 26એ મંગળવારે સાંજે 5:30 વાગ્યે બહેજના કુતિખડક ઔરંગા નદીના નહેરના પુલ ઉપરથી કોઈ અગમ્ય કારણોસર નદીમાં ઝંપલાવી દેતા નદીમાં પાણી ઓછું હોવાથી પથ્થર માથામાં તથા છાતીમાં વાગતા ગંભીર ઇજા થઈ હતી.

જેને તાત્કાલિક 108માં ખેરગામની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે તપાસ કરતા તેને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી ફેલાઈ હતી. મૃતક યુવાન ખેરગામ ખાતે નોકરી કરતો હતો,પરંતુ છેલ્લા 6 મહિનાથી ઘરેજ બેરોજગાર હોય ટેનશનમાં આવીને આવું પગલું ભર્યું હોવાનું સ્થાનિકો દ્વારા જાણવા મળ્યું હતું.

આ ઘટના અંગેની જાહેરાત મરનારના પિતા કિશોરભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકમાં આપતા એ.એસ.આઇ કુણાલભાઈએ વધુ તપાસ હાથ ધરી હતી.ખેરગામ તાલુકાના ભૈરવી ગામના 26 વર્ષીય યુવકે ખરેખર બેરોજગારીને કારણે તાણમાં આપઘાત કરવાનું પગલુ ભર્યું કે પછી આપઘાત પાછળ કોઇ બીજુ કારણ છે. જે અંગે ગ્રામજનોમાં અનેક ચર્ચા ચાલી રહી છે. જોકે, સાચુ કારણ જાણવા પોલીસ તપાસ કરી રહી છે.

મિત્રનું ધ્યાન ભટકાવી યુવકે નદીમાં ઝંપલાવી દીધું
ભુપેન્દ્રએ તેના મિત્રોને ફોન કરી ઘરે પ્રસંગ છે તો 6 વાગ્યે આવજો એવું જણાવ્યું હતું.જેમાં એક મિત્રને નદીના બ્રિજ પાસે ગયો હતો,જ્યાં મહેન્દ્ર પણ હતો.તે દરમ્યાન મહેન્દ્રએ મિત્રનું ધ્યાન ભટકાવી નદીમાં ઝંપલાવી દીધું હતું.તેનો મિત્ર તરત નદીમાં નીચે પહોંચી 108 બોલાવી હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ તેને બચાવી શક્યા ન હતો. - કૃણાલ પટેલ, હેડ કોન્સ્ટેબલ, ખેરગામ

અન્ય સમાચારો પણ છે...