અકસ્માત:ખેરગામ વીજ કંપનીના જુનિયર આસીસ્ટન્ટનું પાણીખડકમાં ડમ્પર અડફેટે આવતા મોત

ખેરગામ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નિવૃત થયેલા મિત્રને મળી તેના ઘરેથી પરત ફરતા બનેલો બનાવ

ખેરગામ તાલુકાના પેલાડ ભૈરવી ગામે રહેતા અને ખેરગામ વીજ કંપનીમાં છેલ્લા ઘણા વર્ષથી જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા જયેશ છોટુભાઈ પટેલને પગમાં જન્મથી તકલીફ હોવાથી દિવ્યાંગ હોય ખેરગામ ખાતે નોકરી કરતા હતા.તેઓ ગત તા.28 ફેબ્રુઆરીએ અગાસી ગામે રહેતા મિત્ર નિવૃત્ત થયા હોય તેમને મળવા માટે સવારે 10 કલાકે પોતાનું સ્કૂટર લઈને નીકળ્યા હતા,

દરમ્યાન તેઓ કરંજવેરી રાનકુવા રાજ્ય ધોરીમાર્ગ ઉપર પાણી ખડક ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે પાણી ખડક પેટ્રોલપંપ નજીક પાછળથી ડમ્પર અડફેટે અકસ્માત થતા જયેશભાઇ નીચે પટકાયા હતા, માથા તથા શરીરના અન્ય ભારે ગંભીર ઇજા થતા તેમને લોહીલુહાણ હાલતમાં આજુબાજુથી દોડી આવેલા લોકોએ 108માં ખેરગામ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં તબીબે તેમને તપાસી વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં ખસેડ્યા હતા,પરંતુ સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું.આ મામલે મૃતક જયેશભાઈનાં ભાઈ સતિષભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકે અજાણ્યા ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બે દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
આકસ્માતમાં મોતને ભેટેલા જયેશભાઇ પોતે દિવ્યાંગ હોવા છતાં પરિવારમાં તેમની પત્ની અને મોટી ત્રણ વર્ષીય અને એક ત્રણ મહિનાની બંને દીકરી સહિતના પરિવારનો આધાર હતા,તેમના અચાનક થયેલા નિધનથી પત્ની તથા બંને દીકરીએ પતિ તેમજ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે શોકની લાગણી વ્યાપી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...