તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ખેરગામની 5 પ્રાથમિક શાળામાં આઇસોલેશન બેડની સુવિધા શરૂ

ખેરગામ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહિલાઓ અને પુરૂષો માટે અલગ રૂમ તૈયાર કરાયા

ખેરગામ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ કોરોનાના શંકાસ્પદ કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે ખેરગામ વિસ્તારના લોકોમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા ગ્રામ પંચાયતના ઈનચાર્જ સરપંચ કાર્તિક પટેલ દ્વારા ખેરગામની 5 પ્રાથમિક શાળામાં 25 જેટલા બેડની આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

ખેરગામની કન્યાશાળા, શામળા ફળિયા, ખાખરી ફળિયા, મિશન ફળિયા, જનતા માધ્યમિકનો શાળાનો સમાવેશ થાય છે. એક પ્રાથમિક શાળામાં 5 આઇસોલેશન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં 2 મહિલા અને 3 પુરુષને આઇસોલેટ કરવામાં આવશે તેમજ આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ ઉભા કરાયેલા આ વોર્ડમાં દર્દીઓ માટે ચા, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા પંચાયત દ્વારા કરવામાં આવી હોવાનું ઈનચાર્જ સરપંચ કાર્તિક પટેલે જણાવ્યું હતું.

ગામડામાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયા
કાકડવેરી અને તોરણવેરા ગામમાં થોડા દિવસ પૂર્વે ખાંસી, શરદી અને તાવ સહિતના દર્દીઓમાં વધારો થતાં ગામમાં આઇસોલેશન વોર્ડ કે દાખલ થવા હોસ્પિટલમાં જગ્યાના અભાવે બિમાર દર્દી ઘરમાં જ રહેતા ઘરના અન્ય લોકો પણ સંક્રમિત થવાના કિસ્સા બહાર આવતા ગામમાં શંકાસ્પદ દર્દીઓની સંખ્યા વધતા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો, સંક્રમણ અટકાવવા હાલ ગામની શાળાઓમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. -દયાનંદ પટેલ, ડે. સરપંચ, કાકાડવેરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો