ધર્મ આસ્થા:આછવણીના પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો ગુજરાત સરકારના આદિવાસી સર્વસંગ્રહ પુસ્તકમાં સમાવેશ

ખેરગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાદેવ મંદિર સમગ્ર પંથકના હજારો લોકો માટે આસ્થાનું પ્રતિક બન્યું છે

ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગના સંશોધન વિભાગ દ્વારા આદિવાસી સર્વસંગ્રહ પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર ભારત દેશમાં ગુજરાત રાજ્ય દ્વારા સૌપ્રથમ બહાર પડેલા આ પુસ્તકમાં નવસારી જિલ્લામાં આદિવાસી પ્રવાસન ધામ તરીકે ઉનાઈ માતાના મંદિર અને આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના આદિવાસી સર્વસંગ્રહ 2020-21 પુસ્તકમાં આદિવાસી અર્થ વ્યવસ્થા, શિક્ષણ, આરોગ્ય, કલા અને સાહિત્ય, સંસ્કૃતિ, આદિવાસી ભાષા, વન ઔષધિ જંગલ, ઇતિહાસ, ભૌગોલીક તેમજ આદિવાસી પ્રવાસન સ્થળ વગેરે આદિવાસી જીવનને લાગતા અનેક પાસઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં નવસારી જિલ્લામાં બે મુખ્ય પ્રવાસન ધામનો સમાવેશ કરાયો છે. જેમાં ઉનાઈ માતાનું પ્રસિદ્ધ મંદિર અને બીજું આછવણી પ્રગટેશ્વર મહાદેવ મંદિરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગાંધીનગર સંશોધન વિભાગના તજજ્ઞ અરુણભાઈ પટેલ દ્વારા સમગ્ર આદિવાસી સર્વ સંગ્રહ પુસ્તક આછવણી ગામે ધર્માંચાર્ય પરભુદાદા અને તેમના શિવ પરિવારને અર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રગટેશ્વર સેવા સમિતિ તથા સમગ્ર શિવ પરિવાર દ્વારા આનંદ અને ગૌરવની લાગણી અનુભવી ગુજરાત સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

પરભુદાદાને પુસ્તક અર્પણ
ગુજરાતનું સૌપ્રથમ આદિવાસી વિસ્તારનું સર્વસંગ્રહ પુસ્તક બહાર પાડવામાં આવ્યું હતું. કલાકૃતિ, સંગીત, આરોગ્ય, શિક્ષણ વ્યવસ્થા, સંસ્કૃતિની જાળવણીની વ્યવસ્થા, જનજાતિ અંગેની માહિતી, સંસ્કૃતિ અંગેની માહિતી દર્શાવવામાં આવી છે. જેમાં નવસારી જિલ્લામાં આછવણી પ્રગટેશ્વર ધામ અને ઉનાઈ મંદિરનો આદિવાસી પ્રવાસન ધામ તરીકે સમાવેશ થતા ધર્મચાર્ય પરભુદાદાને પુસ્તક અર્પણ કર્યું હતું.> અરુણભાઈ પટેલ, તજજ્ઞ સંશોધન વિભાગ

અન્ય સમાચારો પણ છે...