રસાકસી:વાવ ગ્રામ પંચાયતમાં ટાઇ થતા ચિઠ્ઠી ઉછાળી સરપંચને વિજેતા જાહેર કરાયા

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેરગામના 22 ગ્રામ પંચાયતની શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ

ખેરગામ તાલુકાની ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીમાં મંગળવારે પરિણામોમાં માટે વહેલી સવારથી હજારોની સંખ્યામાં લોકો તાલુકા સેવા સદન બહાર પરિણામની રાહ જોઈ રહ્યા હતા. વાવ ગ્રા.પં.માં ટાઇ થતા ચિઠ્ઠી ઉછાળી બિંનીબેનને વિજેતા જાહેર કરાયા હતા. તાલુકા સેવા સદનમાં હાથ ધરાયેલી મત ગણતરીમાં સૌથી પહેલા પેલાડ ભૈરવીનો પરિણામ જાહેર થયું હતું. જેમાં હસમુખભાઈ મનછુભાઈ પટેલ 63 મતથી વિજેતા જાહેર થયા હતા. પણંજ ગામના સરપંચ તરીકે જયશ્રીબેન ઈશ્વરભાઈ પટેલ 109 મતથી વિજેતા જાહેર થયા હતા.

જેના તમામ વોર્ડ સભ્યો અગાઉ બિનહરીફ જાહેર થયા હતા પરંતુ સરપંચ તરીકે 7-7 ઉમેદવારોવાળા નાનકડા ચીમનપાડા ગામે ચંદુભાઈ ઝીણભાઈ પટેલ 160 વધુ મટે ચૂંટાઈ આવ્યા હતા.ગૌરી ગામના સરપંચ તરીકે પ્રકાશભાઈ છોટુભાઈ પટેલ 54થી વધુ મતોથી ચૂંટાયેલા જાહેર કરાયા હતા.નડગધરીના સરપંચપદે મનોજભાઈ બલલુભાઈ પટેલ 104 વધુ મતે ચૂંટાય આવ્યા હતા. ધામધુમા સરપંચપદે રતિલાલ વેલજીભાઈ પટેલ 104 વધુ મતોથી વિજેતા જાહેર થયા હતા.

વડપાડા ગામના સરપંચ તરીકે પંકજભાઈ ગમનભાઈ નાયક 293 મતે તેમજ બહેજના ભાનુબેન રાજેશભાઇ પટેલ 142 વધુ મતે વિજેતા ઘોષિત થયા હતા.આછવણી ગ્રામ પંચાયતમાં વિરલાબેન રમણભાઈ પટેલ 1466 મત લાવી 142 વધુ મતે સરપંચ તરીકે ચૂંટાય આવ્યા હતા.ભૈરવીના સુનિતાબેન રાજેશભાઇ 51 વધુ મતે તેમજ નાધઇના મુનનીબેન રાજેશભાઇ 96 વધુ મતે ચૂંટાય આવ્યા હતા.ડેબરપાડામાં અશ્વિનભાઈ વેસ્તાભાઈ પટેલ તેમજ જામનપાડામાં કોકિલાબેન કરશનભાઇ પટેલ સરપંચ તરીકે ચૂંટાયા હતા.

જ્યારે પાટીમાં ઇ.સરપંચ મહેન્દ્ર ગામન નાયક સરપંચપદે વિજેતા થયા હતા.રૂઝવણી ગામે દીપિકા જીગ્નેશ પટેલ 873 મત લાવી 203 વધુ મતે સરપંચ તરીકે વિજયી થયા હતા. સૌથી વધુ રોમાંચક અને વિલંબકારી વાવના સરપંચના બે સીધા સ્પર્ધક મીનાબેન નટુભાઈ પટેલ અને બિંનીબેન ભાવેશ પટેલ વચ્ચે 527-527 મતો પડતા સરખા મત હોવાથી મંડાગાંઠ સર્જાય હતી,જેના ઉકેલમાં પંચાયત રાજના નિયમ મુજબ બંને સ્પર્ધકને સંમતિ પત્રક લખવી આનીયા હિરલ પટેલ નામની નાની બાળકી પાસે ચૂંટણી અધિકારી અશ્વિન પટેલે બે ચિઠ્ઠી ઉછાળી જેમાંથી ઊંચકેલી ચિઠ્ઠીમાં બિંનીબેનનું નામ નીકળતા તેણીને વિજેતા જાહેર કરાયા હતી.

ખેરગામમાં સરપંચપદ માટે રસાકસી
આ લખાય છે ત્યારે ખેરગામ વાડ,પાણીખડક,તોરણવેરા, કાકડવેરીની ગણતરી પ્રગતિમાં હતી,જેમાં સૌથી ઉત્તેજિત કરનારું ખેરગામનું સરપંચ માટે ત્રીપાંખીઓ જંગ ઉત્તેજિત રહ્યો છે. જેમાં જાહેર થયેલા 16 વોર્ડના પરિણામમાં 6 વોર્ડ સભ્યો મામતાબેન જગદીશભાઈ, 8 ઝરણાબેન ધર્મેશભાઈ અને 2 મોહિનીબેન કાર્તિકભાઈ પટેલના ચૂંટાયા છે. વોર્ડ સભ્યોના જાહેર થયેલા પરિણામ બાદ ખેરગામના સરપંચપદ માટે તીવ્ર રસાકસી થવાની શકયતા જણાય રહી છે.

અન્ય સમાચારો પણ છે...