ક્રાઇમ:ખેરગામમાં રૂપિયા ન આપતા બે સગીર પૌત્રએ દાદાની હત્યા કરી

ખેરગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લાકડા, પાઇપ અને કમ્મરના પટ્ટાથી ઢોર માર માર્યો હતો

ખેરગામના ચીખલી રોડ કાછીયા ફળીયામાં રહેતા અને ચિકન શોપની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા રાજુભાઇ કમુભાઈ શેખનો સોમવારની રાત્રે તેમના બે સગીર વયના પૌત્રએ ખર્ચ કરવા માટે રૂપિયા ન આપતા ઝઘડો કર્યો હતો. રાત્રીએ લાકડા, પાઇપ અને બેલ્ટથી બેરહેમ પૂર્વક માર મારતા દાદાનું મોત થયું હતું. ખેરગામ પોલીસેે હત્યાનો ગુનો નોંધી કાયદાના સંઘર્ષમાં આવેલા બંને કિશોર સામે ગુનો નોંધાવતા ડીટેઇન કરાયા હતા. ફરિયાદ મરનારના ભાઈ રફીકભાઈ શેખે પોલીસ મથકે આપતા પોલીસે બંને કાર્યવાહી હાથ ધરી હતી.

ખેરગામના કાછીયા ફળીયા ખાતે રહેતા 55 વર્ષીય રાજુભાઇ કમુભાઇ શેખ તેમના પુત્ર રસીદ શેખના પરિવાર સાથે રહીને ચીખલી માર્ગ ઉપર ચિકન શોપ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રાજુભાઇના સગીર વયના બે પૌત્ર છોકરાઓ (કિશોરો)એ પૈસા માંગવા બાબતે તેમની સાથે અવરનવર ગાળો આપી બોલાચાલી કરી ઝઘડો કરતા હતા. પાંચેક દિવસ અગાઉ રાજુભાઇના કપડા પણ તેઓએ તેમના ઘરની પાછળ સળગાવી દીધા હતા.

4થી ઓક્ટોબરના રોજ રાત્રીના નવેક વાગ્યાથી રાત્રે સાડા દસેક વાગ્યા દરમ્યાન રાજુભાઇ કમુભાઇ શેખની સાથે તેમના છોકરા રસીદભાઇના છોકરાઓ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરો પૈસા માંગી જે બાબતે તેમની સાથે ગાળો બોલી, બોલાચાલી કરી ઝઘડો થતા તેઓએ રાજુભાઇને લાકડાના હાથાથી, વાસની લાકડીથી, પીવીસી પાઇપ તથા કમ્મરના પટ્ટાથી માથામાં માર મારી ગુપ્ત ઇજા કરી તથા શરીરે અને હાથે પગે માર મારી ઇજાઓ કરી મોત નિપજવ્યું હોવાની ફરિયાદ મૃતક રાજુભાઇના ભાઈ રફીક કમુભાઈ શેખે ખેરગામ પોલીસ મથકે આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. કાયદાના સંઘર્ષમાં આવેલા બંને સગીર ભાઇને પોલીસ ડીટેઇન કરીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...