તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી ઉજવણી:ખેરગામમાં શિક્ષકે ગરીબ છાત્રોને ગણવેશ આપી તેમની સાથે શિક્ષકદિન તથા પુત્રનો જન્મદિન ઉજવ્યો

ખેરગામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભરૂચની પોલિટેક્નિક કોલેજના પ્રોફેસરે અનોખી રીતે જન્મ દિવસની ઉજવણી કરી

ખેરગામ તાલુકાના બહેજ ગામે આદિવાસી વિસ્તારના ગરીબ બાળકોને ગણવેશ આપી પોલટેક્નિક કોલેજના મિકેનિકલ વિભાગના વ્યાખ્યાતા નિરલ પટેલે શિક્ષક દિન તેમજ પોતાના પુત્રને જન્મદિવસની ઉજવણી બાળકો સાથે કરી હતી.

ખેરગામ તાલુકાના બહેજની પ્રાથમિક શાળામાં ઘણા વર્ષો સુધી શિક્ષણની સાથે સંસ્કારોનું સિંચન કરી નામના મેળવનાર ગામના જ શિક્ષક સ્વ.ગુણવંતભાઈ પટેલ જેમની મહેનત થકી તેમના પુત્ર નિરલ પટેલ જેઓ ભરૂચ ખાતેની કે જે પોલીટેક્નિક કોલેજમાં વ્યાખ્યાતા તરીકે ફરજ બજાવી રહ્યા છે,પરંતુ તેઓ પોતાની જન્મભૂમિના આસપાસ વસવાટ કરતા ગરીબો, જરૂરિયાતમંદો પ્રત્યે ખૂબ જ આદર ધરાવતા હોય વખતો વખત તેમને મદદરૂપ થવાનું કાર્ય કરતા હોય છે. રવિવારે શિક્ષક દિન નિમિત્તે તેમણે પોતાની નજીકની બહેજ કુતિખડક નવજીવન માધ્યમિક શાળાના 40 જેટલા ગરીબ આદિવાસી છાત્રોને ગણવેશનું વિતરણ કરી તેમની સાથે શિક્ષક દિન તેમજ તેમના પુત્ર ક્રિશવના જન્મદિવસની ઉજવણી કરી હતી.તેમના આ ભગીરથ કાર્યથી બાળકોમાં અનેરું સ્મિત જોવા મળ્યું હતું.

આ પ્રસંગે ગામના અગ્રણી તબીબ ડો.નિરવભાઈ પટેલ,જિ.પં.પ્રમુખ ભીખુભાઇ આહીર,મયુરભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.નિરલ પટેલે બાળકોને જણાવ્યું કે વિધ્યાર્થીનાં જીવનમાં માં-બાપ પછી જો કોઈ સૌથી મહત્વનો વ્યક્તિ હોય તો તે શિક્ષક છે.શિક્ષકને આપણે ભગવાનનો દરજ્જો આપીએ છીએ.પણ ઘણી વખત વિદ્યાર્થીઓ તરફથી શિક્ષકો સાથે અસભ્ય વર્તન કરવામાં આવે છે, ત્યારે આવા વિદ્યાર્થીઓ પર ગુસ્સો પણ આવે ને દયા પણ આવે કેમકે આ એ જ બાળકો છે જે સંસ્કારોથી સજ્જ એવા શિક્ષણથી અલિપ્ત રહી ગયા છે.

અન્ય સમાચારો પણ છે...