ક્રાઇમ:ખેરગામમાં પરિવાર અનાજ લેવા ગયો અને ઘરેથી 96 હજારના દાગીના ચોરાયા

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ખેરગામમાં પરિવાર અનાજ લેવા ગયો અને ઘરેથી 96 હજારના દાગીના ચોરાયા

ખેરગામના વેણ ફળિયામાં રહેતા એક પરિવારના સદસ્યો ઘરને તાળું મારી દુકાન ઉપર અનાજ લેવા ગયા હતા,અને ઘરમાં કોઈ તસ્કર ઘુસી હાથ સાફ કરી જતા સોના-ચાંદીના દાગીના સહિત 96 હજારની મત્તા ધોળે દિવસે ચોરી થઈ હોવાની ફરિયાદ ખેરગામ પોલીસ મથકે નોંધાઇ હતી.

ખેરગામના વેણ ફળિયામાં પીઠા રોડ ઉપર રહેતા બાબુભાઇ ફકીરભાઈ પટેલ પત્ની અને પુત્ર સાથે ઘરમાં રહે છે. 23મીને બુધવારે તેમનો પુત્ર નોકરી ઉપર ઘરેથી ગયા બાદ 10.30 વાગ્યે બાબુભાઇ તથા તેમની પત્ની ઘરમાં તાળુ મારી નજીકમાં બંધાડ ફળિયામાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા માટે ગયા હતા. જેઓ પોતાના ઘરે 12 વાગ્યાની આસપાસ પરત ફરતા ઘરના આગળના દરવાજે મારેલ તાળું જોવામાં ન આવતા અને ઘરની અંદર પાછળના દરવાજેથી પ્રવેશ કરી જોતા ઘરમાં મુકેલા કબાટમાં કપડાં અને લોકર વેરવિખેર હાલતમાં જોવા મળ્યા હતા. કબાટની તિજોરીમાં મુકેલી સોનાની 5 બુટ્ટી, સોનાની 3 જડ, સોનાનું મંગળસુત્ર આશરે બે ગ્રામનુ, ચાંદીના 2 જોડી સાંકળા, ચાંદીના 7 લુઝ, ચાંદીની 1 ચેઈન, ચાંદીની કમરની 2 સાકળ (ઝુડો) તથા નાના છોકરાના ચાંદીના 2 કડા મળી કુલ રૂ. 96 હજારની મતા કોઈ ચોર શખસે આગળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીનાની તસ્કરી કરી ફરાર થઈ જતા બનાવ અંગે ઘરના મલિક બાબુભાઇ ફકીરભાઈ પટેલે ખેરગામ પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવતા ખેરગામ પીએસઆઇ જી.એસ.પટેલે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...