રાહત:ખેરગામમાં બાયપાસનું સ્વપ્ન રોળાતા જોખમી નહેરના રસ્તે લોકોની અવરજવર

ખેરગામ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
માત્ર 1 કિમીનો માર્ગ ન બનતા મજબૂરીમાં નહેરના માર્ગથી અવરજવર - Divya Bhaskar
માત્ર 1 કિમીનો માર્ગ ન બનતા મજબૂરીમાં નહેરના માર્ગથી અવરજવર
  • નહેર ઉપરથી રસ્તો બનાવવા 35 લાખ મંજૂર થતા રાહત મળશે

તાલુકા મથક ખેરગામમાં ચીખલી રોડથી તાલુકા સેવાસદન થઈને દશેરા ટેકરી તરફ નિકળતો માત્ર એક કીમીનો બાયપાસ રસ્તો આજદિન સુધી નવો બન્યો નથી.વર્ષો બાદ આ રસ્તા માટે સરકારી મંજૂરી મળી હતી,પરંતુ ખાનગી માલિકીની જમીનનો પ્રશ્ન આગેવાનોના અનેક પ્રયાસો બાદ પણ ન ઉકેલાતા બાયપાસ રસ્તાનું સ્વપ્ન રોળાતા નજીકમાં નહેરના રસ્તેથી સેવા સદન,તા.પં.કચેરી આઈટીઆઈ જવા માટે લોકોની અવરજવર તેજ બની છે.

ખેરગામ તાલુકા પંચાયત દ્વારા પાણીખડક રોડ નહેર કોલોની થઈને ૬૬ કેવી- તાલુકા સેવા સદનને જોડતા રસ્તા માટે સરકારમાંથી વર્ષો બાદ મંજૂરી મળી હતી,સૌપ્રથમ જ વખત આ રસ્તાનું નિર્માણ થવા જઈ રહ્યું હતું,પરંતું કેટલાક અવરોધક પ્રશ્નોના કારણે આ બાયપાસ રસ્તો આજદિન સુધી નવો બની શક્યો નથી.આ બાયપાસ માર્ગ જે બહુ ઉપયોગી છે,ત્યાં રસ્તે જનારા રાહદારીઓ માટે ઘણી મુશ્કેલી સર્જાય છે.જેમાં પાણી ભરાવાના લીધે લોકો ચાલતા પણ જઇ શકતા નથી અને તેઓએ બે ત્રણ કિલોમીટરનો ચકરાવો ખાવો પડે છે.

પાટી કે આછવણી તરફના અનેક ગામોમાંથી આવનારા લોકો માટે તાલુકા સેવા સદન જવાનો આ અત્યંત ટૂંકો રસ્તો વર્ષીથી કાચો અને ભારે બિસ્માર છે.નહેર કોલોની થઈને આ રસ્તાને પહોળો મજબૂત અને પાકો બનવવા 33.34 લાખ રૂપિયાની ગ્રાન્ટ પણ મંજુર કરવામાં આવી હતી.પરંતુ પરંતુ વચ્ચે ખાનગી જમીન આવતી હોય રસ્તા માટે જમીન ન મળતા આખરે નામંજૂર કરી દેવાયો હતો.

હવે લોકો નહેર ઉપરના રસ્તેથી સેવા સદન,તા.પં. કચેરી અને આઈટીઆઈ જવા આ રસ્તાનો ઉપયોગ કરી રહ્યા છે.તા.પં કચેરી પાસેથી કેનાલ ઉપર થઈને ખાખરી ફળિયામાં નીકળતો રસ્તો નવો બનાવવા સરકારમાં રજુઆત થઈ હતી.જેની મંજૂરી મળતા સરકારી કચેરીએ જવા અનેક ગામના લોકોને સરળતા રહેશે.

અનેક ગામના લોકો માટે સરકારી કચેરીએ પહોંચવા આ રસ્તો ઉપયોગી
રૂઝવણી,આછવણી,પાણીખડક,જામનપાડા,વડપાડા,પાટી, કાકડવેરી, તોરણવેરા,ગૌરી,બહેજ સહિતના ગામોમાંથી આવતા લોકો માટે સરકારી કચેરીઓ તરફ જવા બજારના ટ્રાફિકમાંથી પસાર થવાના બદલે આ બાયપાસ રસ્તો સીધો અને ટૂંકા અંતરનો સાબિત થઈ શકે છે.જ્યાં આઈટીઆઈ,સબ સ્ટેશન,સેવા સદન,તાલુકા પંચાયત કચેરી આવેલી છે,અને ચીખલી રોડને પણ આ રસ્તો જોડે છે.

35 લાખના ખર્ચે રસ્તાનું નવીનીકરણ કરાશે
તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી,આઈટીઆઈ,પોલીસ સ્ટેશન તરફ જતો એક કી.મી.રસ્તો નવો બનાવવા 35 લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે.આ કાચો રસ્તો પ્રથમ વખત ડામરનો બનાવવામાં આવશે,આ રસ્તો સેવા સદન થઈ નહેરથી ખાખરી ફળિયામાં નીકળશે.જેનાથી અનેક ગામના લોકોનો સરકારી કચેરીએ પહોંચવા ખેરગામ ટાઉનમાં જવાની જરૂર રહેતી નથી,આ રસ્તો સીધો સરકારી કચેરી તરફ નીકળતો હોય ચીખલી જનારા માટે પણ આ રસ્તો સરળ રહેશે.

અન્ય સમાચારો પણ છે...