ગંદા પાણીની રેલમછેલ:ખેરગામમાં ખાનગી ડ્રેનેજનું ગંદુ પાણી બહાર આવતા લોકો ત્રસ્ત

ખેરગામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખેરગામમાં ખાનગી ડ્રેનેજનું ગંદુ પાણી બહાર આવતા લોકોને હાલાકી - Divya Bhaskar
ખેરગામમાં ખાનગી ડ્રેનેજનું ગંદુ પાણી બહાર આવતા લોકોને હાલાકી
  • સમસ્યાનું િનરાકરણ લાવવાના બદલે તે વધી રહી છે
  • ઝંડાચોકથી ભવાની માતાના મંદિર સુધી ગંદા પાણીની રેલમછેલ

ખેરગામ ઝંડાચોક નજીક બજારની ખાનગી ડ્રેનેજ લાઈનનું ગંદુ પાણી મુખ્ય રસ્તા પર ઉભરાતા અહીંના દુકાનદારો, સ્થાનિક રહીશો તેમજ રસ્તે પસાર થતા રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે. છેલ્લા ઘણા દિવસથી આ સમસ્યા ઉદ્ભવી રહી છે છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે. ખેરગામ બજારમાં છેલ્લા 20-25 વર્ષથી ડ્રેનેજની સમસ્યાને લઈ લોકો વખતોવખત મુશ્કેલીનો સામનો કરતા આવ્યા છે.

સ્થાનિક કક્ષાએથી લઈને ગ્રામસભા, સામાન્ય સભાથી માંડી ગાંધીનગર સુધી ભૂગર્ભ ગટર યોજના સાકાર કરવા અનેક રજૂઆતો કરવા છતાં લોકોની આ વર્ષોજૂની સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જેને લઈ 30-35 વર્ષ જૂની બજારની ખાનગી ડ્રેનેજ લાઈનમાં ક્ષમતા કરતા વધુ કનેક્શન જોડવામાં આવતા અનેક વખત આ ખાનગી ડ્રેનેજ લાઇન જામ થવાની કે તેમાં ખામી સર્જતાં ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગો પર આવતું હોય છે,જે દુર્ગંધ મારતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખેરગામના ઝંડાચોક નજીક ભવાની માતાના મંદિર પાસે છેલ્લા કેટલાક દિવસથી ડ્રેનેજનું પાણી મુખ્ય રસ્તા ઉપર ઉભરાતા લોકોએ ગંદા પાણીમાંથી ચાલીને કે વાહનો લઈને પસાર થવું પડે છે. જ્યારે અહીં દુકાનદારો અને રહીશોએ 24 કલાક ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે.

આ ઉભરાતી ડ્રેનેજ લાઈનની ઝડપી મરામત થાય એવી લાગણી છેલ્લા ઘણા દિવસથી સ્થાનિક દુકાનદારો અને રહીશો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે પંચાયત અથવા ગટર સમિતિના હોદ્દેદારો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે એવી લોકમાંગ ઉઠી છે. અવાર નવાર ઉદભવતી આ ગટરની સમસ્યાથી લોકો હવે પરેશાન થઇ ચૂક્યા છે ત્યારે જો વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો લોકો આંદોલનના મંડાણ કરે તેવી સ્થિતિનું િનર્માણ થયું છે.

અઠવાડિયાથી હેરાન પરેશાન થઇ ગયા
છેલ્લા એકાદ અઠવાડિયાથી ગટરનું પાણી રસ્તા પર આવતા ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પાણી ખૂબ દુર્ગંધ મારતું હોવાથી પરેશાની થાય છે. લાઈનની ઝડપી મરામત થાય અને ગંદુ પાણી બહાર આવતું બંધ થાય તે માટે યોગ્ય કાર્યવાહી થાય એ જરૂરી છે.

પાંચ-પાંચ જેટલા ગામમાં સરપંચ બદલાયા પણ સમસ્યા ઠેરની ઠેર
ખેરગામની ડ્રેનેજ લાઇન માટે ગ્રામ પંચાયતના સરપંચથી લઈ મુખ્યમંત્રી સુધી અનેક રજૂઆતો થઈ પરંતુ આજદિન સુધી ગામમાં ભૂગર્ભ ગટર યોજના સાકાર થઈ શકી નથી. પાંચ સરપંચ બદલાયા અને ત્રણ મુખ્યમંત્રીને ગટર સમસ્યા બાબતે રજૂઆત કરી છે. હાલમાં જે ગટર ઉભરાય રહી છે એમ ફળિયાવાસીઓએ જ સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ,એમાં અમે તો શું કરી શકીએ.>પંકજભાઈ મોદી,

ખાનગી ગટર સંચાલકોને નોટિસથી તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી છે
ગટરનું ગંદુ પાણી બહાર આવી રહ્યું છે તેને લઇ લોકોને હાલાકી પડી રહી છે તે બાબતે અમારી પાસે ફરિયાદ આવી હતી. અમે આજે રૂબરૂ સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. પંચાયત દ્વારા ગટર સંચાલકોને નોટિસ આપી તાત્કાલિક પાણી નીકળતું બંધ કરવા સૂચના આપવામાં આવી છે. તેમ છતાં જો ઝડપથી કાર્યવાહી નહીં કરાય તો વધુ અસરકારક પગલા લેવા પણ પંચાયત ખચકાશે નહીં. >ઝરણાબેન પટેલ,સરપંચ

અન્ય સમાચારો પણ છે...