મુશ્કેલી:ખેરગામ પટેલ ફળીયામાં વરસાદી ગટરમાં ડ્રેનેજના ગંદા પાણીથી લોકોને ભારે હાલાકી

ખેરગામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોઈ કામગીરી ન થતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

ખેરગામ પટેલ ફળીયા વિસ્તારની વરસાદી ગટરમાં આવતું ડ્રેનેજના ગંદા પાણીથી મચ્છરોનો ઉપદ્રવ થતા સ્થાનિક લોકોએ ઘણી હાલાકી વેઠવી પડે છે,અનેક રજુઆત છતાં આ વિસ્તારમાં ડ્રેનેજના પાણીનો યોગ્ય નિકાલ ન થતા ઘણી વખત પાણી દુર્ગંધ મારતું હોય છે.

ખેરગામ ખાતે પટેલ ફળિયા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે બનવવામાં આવેલી ગટરમાં વહીને આવતું ડ્રેનેજના પાણીનો નિકાલ કરવા પંચાયતને સ્થાનિક લોકો દ્વારા અનેક રજુઆત બાદ આગળ મુખ્ય રસ્તા પાસે આવેલી વરસાદી ગટરમાં ડ્રેનેજનું પાણી વહેતુ કરવામાં આવ્યું હતું,જેનાથી વરસાદી ગટરમાં રહેતું ગંદુ પાણી જમીનમાં પચીને લોકોના બોર સુધી અગાઉ પહોંચી જતા બોરના પાણી પ્રદુષિત થવાની પણ જેતે સમયે બૂમ ઉઠી છે.

કામ પૂરું કરવા વહીવટી મંજૂરી માંગેલી છે
પાણીના નિકાલના સ્થળ સુધી પહોંચવા જે કામ બાકી છે એ બાકીની જગ્યા થોડી ઊંચી છે, જેને ખોદીને નીચેથી પાઇપ પસાર કરવાના થાય છે જે કામ કરવા માટે વહીવટી મંજૂરી માંગેલી છે.મંજૂરી મળે એટલે પાણીના નિકાલની કામગીરી કરાશે,અગાઉ સેફટી ટેન્ક બનાવવા માટેની પણ ચર્ચા સ્થાનિક આગેવાનો સાથે કરાઇ હતી.> કાર્તિક પટેલ,ઇ.સરપંચ ખેરગામ

અન્ય સમાચારો પણ છે...