કોવિડ સુરક્ષા:ખેરગામમાં પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણ બાદ બીજા ડોઝનું પણ 82 ટકા પૂર્ણ થઇ ગયું

ખેરગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દ.ગુજરાતમાં સૌપ્રથમ 100 ટકાની સિધ્ધી ખેરગામ તાલુકાએ મેળવી હતી

ખેરગામ તાલુકો કોરોના રસીકરણ અભિયાનમા પ્રથમ ડોઝમાં 100 ટકા રસિકરણની કામગીરી સાથે સમગ્ર નવસારી જિલ્લામાં પ્રથમ તાલુકો બન્યા બાદ હવે બીજા ડોઝની પણ 82 ટકા રસિકરણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આગામી દિવસોમાં બીજા ડોજના રસિકરણની 100 ટકા કામગીરી માટે ખેરગામ તાલુકા આરોગ્ય વિભાગના કર્મીઓ મહેનત કરી રહ્યા છે..

દક્ષિણ ગુજરાતમાં 100 ટકા રસીકરણની સિદ્ધિ મેળવવામાં સફળતા પ્રાપ્ત કરનાર ખેરગામ તાલુકા આરોગ્ય વિભાગના કર્મચારીઓ હવે બીજા ડોઝમાં પણ સફળતા પૂર્વક આગળ વધી રહ્યા છે. આરોગ્ય અધિકારી ડો.ભરતભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકામાં 82 ટકા લોકોને રસીનો બીજો ડોઝ આપી દેવાયો છે. ખેરગામ તાલુકામાં કોવિડ રસીકરણના પ્રથમ ડોઝની 100 ટકા કામગીરી પૂર્ણ થયા બાદ બીજા ડોઝની નવસારી જિલ્લાના 6 તાલુકામાંથી જલાલપોર તાલુકા બાદ બીજા બીજા ક્રમે સૌથી વધુ કામગીરી કરનાર તાલુકો ખેરગામ છે. જેલાલપોર તાલુકામાં બીજા ડોઝની 87 ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ખેરગામ તાલુકામાં 18 પ્લસના પ્રથમ ડોઝના લાભાર્થી મુજબ 53,146 ના રસીકરણ સામે 43,620 લાભાર્થીને બીજા ડોઝ આપી જિલ્લામાં બીજા ક્રમે કામગરી કરી મોખરે રહ્યો છે.

આ સફળ કામગીરીમાં તાલુકાના આરોગ્ય કર્મચારી, આશા વર્કર બહેનો, આંબાવાડી બહેનો, તેમજ ગામના સરપંચ તથા તાલુકાના પદાધિકારીઓ, શિક્ષકોઓ સૌ સાથે મળી મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.ભરતભાઈ પટેલની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ તાલુકામાં કોવિડ રસીકરણના બીજા ડોઝની 82 ટકા કામગરી પૂર્ણ કરવામાં આવી છે. બોક્ષ-ખેરગામ તાલુકામાં રસિકરણની શરૂઆત ધીમી થઈ હતી, જેમાં કેટલીક ભ્રમિત માન્યતા અફવાઓ વચ્ચે લોકો રસી મુકાવતા ન હતા.

પરંતુ આરોગ્ય કર્મીઓ તેમજ ગામના આગેવાનોને સહયોગથી લોકોને ઘરે ઘરે જઈ રસી બાબતે જાણકારી આપી જેનાથી લોકોમાં જાગૃતિ આવતા રસિકરણનું કાર્ય તેજ બન્યું હતું અને પ્રથમ ડોઝમાં 100 ટકા રસિકરણની કામગીરી પૂર્ણ કરનાર ખેરગામ તાલુકો દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તાલુકો બન્યો હતો. જ્યારે હવે બીજા ડોઝમાં પણ 82 ટકા રસીકરણ પૂર્ણ થયું છે અને 100 ટકા કામગીરી પૂર્ણ કરવા આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે.- ભરતભાઇ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર, ખેરગામ

અન્ય સમાચારો પણ છે...