તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ભૈરવીમાં ટેમ્પોની ટક્કરથી સાઈકલસવાર 50 ફૂટ ફંગોળાયો

ખેરગામ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રોડની સાઇડમાં સાઇકલ ચલાવી પેટ્રોલ પંપે નોકરીએ જતાં યુવાનનાે બેફામ ટેમ્પોચાલકે જીવ લીધો

ખેરગામ તાલુકાના ભૈરવી ગામે રહેતો યુવાન સોમવારે સાઈકલ લઈને ખેરગામ ધરમપુર રોડ પર ભૈરવી ગામે પેટ્રોલપંપ પર નોકરીએ જઈ રહ્યાે હતાે ત્યારે પાછળથી બેફામ ટેમ્પો ચાલકે ટક્કર મારતાં 50 ફૂટથી વધુ ફંગોળાયેલા સાઇકલસવારનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મૂજબ ખેરગામ તાલુકાના ભૈરવી ગામે ઝરા ફળિયામાં રહેતા ગુલાબભાઈ ભીખાભાઇ પટેલ ગામમાં જ આવેલા પેટ્રોલપંપ પર કામ કરતા હોય સોમવારે બપોરે નોકરીએ જવા ઘરેથી સાઈકલ લઈને નીકળ્યા હતા.

દરમિયાન બપોરે 2.45 વાગ્યાના સમયે તેઓ ખેરગામ-ધરમપુર રોડ પરથી સાઈકલ લઈને પસાર થતા હતા ત્યારે પેટ્રોલપંપ પાસે પહોંચી સાઈકલને પેટ્રોલ પંપ તરફ ટર્ન મારવાની તૈયારી જ હતી અને તે દરમિયાન પાછળ ધરમપુર તરફથી પૂરઝડપે આવેલા ટેમ્પોના ચાલકે ગુલાબભાઈની સાઈકલને પાછળથી ટક્કર મારી હતી. જેથી તેઓ રસ્તાની બાજુએ ફેંકાતા માથામાં તેમજ શરીરે ગંભીર ઈજા થતા તાત્કાલિક ધરમપુર હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

મૃતક ગુલાબભાઈના કાકા જયેશભાઇ વજીરભાઈ પટેલે આ મામલે મંગળવારે બપોરે ખેરગામ પોલીસ મથકે ટેમ્પોના અજાણ્યા ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પીએસઆઇ એસ.એસ.માલ એ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો