ખેરગામ બજારની ગટરલાઈનનું પાણી કોતરમાં વહેતા વોર્ડ નં 3 અને 13 ના રહીશો અને જે જગ્યામાં પાણી વહે છે તેના મલિક દ્વારા ગંદુ પાણીનો વિરોધ શનિવારે યોજાયેલી ગ્રામસભામાં કરવામાં આવ્યો હતો. ગટરના પાણીના નિકાલ મામલે ગ્રામસભામાં ગરમાગરમી થઈ હતી.
ખેરગામ ગ્રામ પંચાયતના કોમ્યુનિટી હોલમાં મહિલા સરપંચ ઝરણાબેન પટેલના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાનું આયોજન શનિવારે કરાયું હતું. ગ્રામસભાની શરૂઆતમાં પહેલા 15મા નાણાપંચમાં સામાજિક ઓડિટની ચર્ચા કરાઇ હતી. રાજુભાઈ મહેતાએ બજારની ગટરના ગંદા પાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો.
જેમાં મિશન ફળિયામાંથી તેમના ખેતરમાંથી થઈને વોર્ડ નં.13 અને 3માંથી કોતરડું પસાર થાય છે, જેમાં બજારની ગટરનું ગંદુ પાણી ઠાલવવામાં આવે છે. આ બાબતે અગાઉ લેખિત રજૂઆત પણ કરી હતી અને ગટર સમિતિને ત્રણ નોટિસ આપી હતી છતાં ગંદા પાણીનો નિકાલ બંધ થયો ન હોવાથી તેમણે આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી હતી. તેમની સાથે ગંદા પાણીનો વિરોધ કરનાર વોર્ડ નં. 3 અને 13ના સ્થાનિક લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા,જેમણે ગંદુ પાણીનો કાયમી ઉકેલ માટે રજૂઆત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.