તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દંડ:ખેરગામમાં પાન-માવાની દુકાનોમાં આરોગ્ય વિભાગનું ચેકીંગ, 24 દંડાયા

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 19 લોકોને રૂ. 3250 અને 5ને 450નો દંડ ફટકારાયો

બજાર વિસ્તારમાં તમ્બાકુ, પાન-માવાની દુકાનોમાં તમાકુ નિયંત્રણ અધિનિયમના અમલીકરણ બાબતે આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી. જેમાં 24 વ્યક્તિ સામે આરોગ્ય વિભાગે કેસ કરી કુલ રૂ. 3700નો દંડની વસૂલાત કરી હતી. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંર્તગત નવસારી કંટ્રોલ સેલ દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ના અમલીકરણ માટે ગુરૂવારે ખેરગામ તાલુકાના તાલુકાના અર્બન વિસ્તારમાં તમ્બાકુ, પાન-માવાનું વેચાણ કરતી દુકાનોમાં તપાસ હાથ ધરાઈ હતી.

વેચાણના 5 કેસ મળી કુલ 24 કેસમાં રૂ. 3700નો દંડની વસૂલાત
જેમાં 18 વર્ષથી નીચેના વ્યકિતઓને તમ્બાકુના વેચાણ કે ખરીદવા પર પ્રતિબંધ જેવા બોર્ડ કે સ્ટીકર લગાવેલા ન હોય જાહેર સ્થળો પર ધુમ્રપાન કરતા હોય તેમજ શૈક્ષણિક સંસ્થાની આસપાસના 100 વારના વિસ્તારમાં તમ્બાકુની બનાવટોનું વેચાણ કરતા હોય તેમને કાયદાની જોગવાઈ હેઠળ તમાકુ અધિનિયમ COPA - 2003 મુજબ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા દુકાનોમાં તપાસ કરી કાયદાનો અમલ ન કરનારા સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાં 19 લોકોને રૂ. 3250નો દંડ તેમજ તમ્બાકુના વેચાણ કે ખરીદવા પર પ્રતિબંધ કલમ 6 (બ) શૈક્ષણિક સંસ્થાની આસપાસના 100 વારના વિસ્તારમાં તમ્બાકુની બનાવટનું વેચાણના 5 કેસ મળી કુલ 24 કેસમાં રૂ. 3700નો દંડની વસૂલાત કરવામાં આવી હતી.

જિલ્લા તમાકુ નિયંત્રણ સેલના નોડલ ઓફિસર ડો.એમ.આર.ડેલીવાલા અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.ભરત પટેલના માર્ગદર્શન હેઠળ ટીમમાં જિલ્લાના આરોગ્ય વિભાગના સોશિયલ વર્કર બ્રિજલ ટંડેલ તથા મ.પ.હે.વ. શૈલેષભાઈ પટેલ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્ટેબલના સહયોગથી આ કામગીરી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...