તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુખદ સમાધાન:ગુંદલાવની કંપનીના કામદારોના પગારમાં 4,701નો વધારો થયો, આરસી પટેલે કરેલી રજૂઆતો સફળ રહી

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લોકડાઉન અને કોરોનાના કઠીન કાળમાં બેકારી, ગરીબીમાં તમામ જયારે પરેશાન છે, યાતનાઓ સહન કરી રહ્યા ત્યારે કામદાર સેનાના આર. સી. પટેલ દ્વારા ગુંદલાવની પ્રાઈઝ પંપ કંપનીના શ્રમજીવીઓના પગારમાં માસિક 4701 રૂપિયાનો વધારો કરાવતા શ્રમજીવી પરિવારમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે. સદર ઉપરોક્ત કંપનીમાં તમામ શ્રમજીવીઓ છેલ્લા ૧૨ વર્ષથી કામદાર સેનાના સક્રિય સભ્યો છે. કામદાર સેનાના આર. સી. પટેલે એમનો પગાર વધારો અને અન્ય સુવિધાઓ તેમજ વિવિધ માંગણીઓ સંસ્થા સમક્ષ રજુ કરતા સંસ્થા સાથે વારંવારની મીટીંગો બાદ એક સુખદ સમાધાન આકાર પામ્યું છે.

જેના પરિણામ સ્વરૂપ તમામ શ્રમજીવીઓને માસિક રૂપિયા 4701નો વધારો ૧ એપ્રિલ, ૨૦૨૧થી મળશે.આ વધારા પૈકી ૬૦% રકમ બેઝીક પગારમાં અને ૪૦% રકમ વિવિધ એલાઉન્સમાં વહેચવામાં આવશે. તમામ શ્રમજીવીઓને આ રકમ ૪ માસના એરીયર્સ સાથે ચુકવણી થશે.તમામને કેજ્યુઅલ રજા સહિતના લાભો પણ આપવામાં આવશે.શ્રમજીવીઓને ટેરીકોટન યુનિફોર્મ પણ અપાશે.

આ સમાધાન પર સંસ્થાના ડાયરેક્ટર ધવલ શાહ, કામદાર સેનાના આર. સી. પટેલ, કૌશિક પટેલ, હિરેન રાઠોડ અને ભાવેશ પટેલે સહીઓ કરી હતી. આરસી પટેલે જણાવ્યું કે લોકોમાં હતાશા અને બેરોજગારી છે તેવા કપરા સમયમાં શ્રમજીવીઓના પરિવારમાં માસિક 4701 નો વધારો શ્રમજીવીઓ અને એમના પરિવારમાં એક અનોખી રોશની અને જીવન જીવવાનો જુસ્સો પેદા કરશે.એનાથી મોટી સિદ્ધિ અને સફળતા બીજી કોઈ હોય શકે નહિ. આ સુખદ પરિણામ એ કામદારોના સંગઠનનું એક પ્રતિક છે.

અન્ય સમાચારો પણ છે...