મતદાન:ખેરગામમાં શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સંપન્ન થઇ

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંજે 5 સુધી સરપંચના પદ માટે 78.64 %મતદાન

ખેરગામ તાલુકામાં રવિવારે 22 ગ્રામ પંચાયતના સરપંચ માટે અને વોર્ડના સભ્યો માટે ચૂંટણીનું આયોજન થયું હતું. જેમાં સવારે મતદારોએ ઓછો ઉત્સાહ દશાવ્યો હતો ત્યારબાદ જેમ જેમ દિવસ થતાં મતદારોએ ગામના િવકાસ માટે મતદાન કરવા માટે મતદાન બુથમાં મતદાન કરવા માટે ઉત્સાહભેર ગયા હતા. જેમાં 18 વર્ષથી માંડી વૃદ્ધોએ પણ પોતાની પવિત્ર ફરજ સમજી મતદાન કર્યું હતું. ખેરગામ તાલુકાની 22 ગ્રામ પંચાયતની સરપંચ અને વોર્ડ સભ્યની યોજાયેલ ચૂંટણીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં સરપંચ માટે સરેરાશ મતદાન 78.64 % અને વોર્ડ સભ્ય માટે 77.68 % જેટલું જંગી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.

ખેરગામ તાલુકાની 22 ગ્રામ પંચાયતની 65 મતદાન મથકો ઉપર રવિવારે 7થી 9ના 2 કલાકમાં 9.93 % અને 11 વાગ્યા સુધીનાં 4 કલાકમાં સરપંચ માટે 36.71 % અને વોર્ડ સભ્ય માટે 35.83 % જેટલું મતદાન થયું હતું. રવિવારે સાંજે 5 વાગ્યા સુધીમાં સરપંચ માટે 78.64 % અને વોર્ડ સભ્ય માટે 77.68 % જેટલું જંગી મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું. મતદાન પ્રક્રિયા સુપેરે પાર પાડવા મામલતદાર સોલંકી, નાયબ મામલતદાર સેહુલ પટેલ, નાયબ મામલતદાર નિલેશભાઈ, પીઆઈ એસ.એસ.માલ સહિતનાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...