તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વેદાશ્રમ નાંધઈમાં ચાલી રહેલી ભાગવત કથામાં સોમવારે શારદાબેન જગુભાઈ પટેલ દ્વારા 1લી ફેબ્રુઆરીથી સુખેશ ગામે યોજાનારી ભાગવત કથાનું શ્રીફળ મુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યું હતું. કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ, જે.ટી.પટેલ-બિલપુડી દ્વારા ગોવર્ધનપૂજા કરવામાં આવી હતી. જગુભાઈ પટેલના નિવાસે પ્રફુલભાઈ શુકલ 1લીથી 7મી ફેબ્રુઆરી સુધી સંગીતમય ભાગવત કથાનું રસપાન કરાવશે. 796મી કથા નાંધઈ વેદાશ્રમમાં ચાલી રહી છે. 797મી કથા તવરા-ભરૂચ નર્મદા કિનારે થનાર છે. 798મી કથા સુખેશમાં થશે. 799મી કથા રામજી મંદિર કોસંબા ભાગડાવડામાં થનાર છે. દીવ-દમણના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલ દ્વારા 800મી કથામંગલ મહોત્સવ દમણ યોજવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 14 વરસની ઉંમરથી ખેરગામ રામજીમંદિરથી કથાની શરૂઆત કરનાર પ્રફુલભાઈ શુકલ દ્વારા 46 વર્ષમાં 800 કથાની સિદ્ધિ પ્રાપ્ત થઈ રહી છે. માર્ચ મહિનામાં દમણમાં 800મી કથામંગલ મહોત્સવ યોજાશે.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.