તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ખેરગામમાં કચરો સળગાવતા ખેતરમાં આગથી દોડધામ મચી, શેરડીના પાકને નુકશાન પહોંચ્યું

ખેરગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેરગામમાં વાવ રોડ ઉપર રહેતા બાબુભાઇ બીજાની અલગ અલગ જથ્થામાં આવેલી જમીનમાં ભાગે શેરડીનો પાક કર્યો હતો.તા.6 ફેબ્રુઆરીના રોજ તેમની શેરડીના ખેતરને લાગીને આવેલ ખેતરવાળાએ વાડમાં કચરો સળગાવતા બાજુમાં બાબુભાઈની શેરડીનો પાક આગની લપેટમાં આવી ગયો હતો,દરમ્યાન બપોરે એકાદ વાગ્યાના સમયે ખેતરમાં પાક સળગતો દેખાતા બાબુભાઇ સહિતના અન્ય ખેડૂતો ત્યાં પહોંચી આગ આજુબાજુથી પાણી ભરી લાવી બુઝાવવા અનેક પ્રયત્નો કર્યા હતા.

પરંતુ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અનેક પ્રયત્નો છતાં જોતજોતામાં ખેતરમાં શેરડીનો પાક આગમાં બળીને ખાક થઈ ગયો હતો.તથા ખેતરમાં રાખેલા પીવીસીના 20 નંગ પાઇપ પણ આગમાં બળીને ખાક થઈ જતા મોટું નુકશાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.આ મામલે ખેડૂતે નુક્શાનીનું વળતર મળે તે માટે ખેરગામ પોલીસ મથકમાં અરજી અાપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો