કાર્યવાહી:પાટી ગામે વન વિભાગની રેડ,9 ટન ખેરના લાકડા ઝબ્બે

ખેરગામ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 90 હજારનાે મુદ્દામાલ કબજે, આરોપી ફરાર

ખેરગામ તાલુકાના પાટી ગામેથી વલસાડ ઉત્તર વન વિભાગની ટીમે રેડ કરી 9 ટન ઇમારતી ખેરના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. વન વિભાગે અંદાજે 90 હજારની કિંમતના લાકડા કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડ ઉત્તર વન વિભાગની ચીખલી રેંજની ટીમને ખેરગામ તાલુકાના પાટી ગામે દાદરી ફળિયામાં ઇમારતી ખેરના લાકડા ગેરકાયદે છોલતા હોવાની બાતમી મળી હતી. જે અંતર્ગત ચીખલી વન વિભાગના સ્ટાફે પાટી ગામે પહોંચી દાદરી ફળિયામાં રેડ કરતા ત્યાં ગેરકાયદેસર પરવાનગી વિનાના છોલેલા અને ગોળ ખેરના લાકડા મળી આવ્યા હતા. જેમાં કુલ 9 ટન જેટલા લાકડાનો જથ્થો જેની અંદાજીત કિંમત રૂ. 90 હજાર વન વિભાગના સ્ટાફે કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનામાં આરોપીઓ તકનો લાભ લઇ ફરાર થઈ ગયા હતા. જેમની શોધખોળ ચાલુ હોવાનું વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચીખલી રેંજમાં આવતાં ખેરગામ તાલુકાના કેટલાક ગામો પૈકી છેલ્લા કેટલાક સમયથી પાટી ગામ પંથકમાં ઇમારતી લાકડાનો ગેરકાયદે વેપલો થઇ રહ્યો હોવાની માિહતી સાપડી છે. છેલ્લા લાંબા સમયથી વન વિભાગની ટીમ તેને ઝબ્બે કરવા પ્રયત્નશીલ બની હતી. જો કે હાલની રેડમાં કેટલોક મુદ્દામાલ પકડાયો પરંતુ આરોપી ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...