ખેરગામના વેણ ફળિયામાં પશુપાલકે પોતાના કોઢારામાં પાળેલા બકરાનો દીપડાએ મંગળવારે વહેલી મળસ્કે શિકાર કરતાં લોકોમ ગભરાટ વ્યાપી ગયો હતો.બકરાને ગળાના ભાગેથી પકડીને લઈ ગયા બાદ અડધો કિમી દૂર વાડી સુધી દીપડો ઘસડી જઇ તેનું મોત નિપજવ્યું હતું. ખેરગામ તાલુકો મહત્તમ આદિવાસી વિસ્તાર ધરાવે છે.ખેરગંબ વેણ ફળિયામાં મંગળવારે મળસ્કે અશોકભાઈ નગીનભાઈ પટેલનો પરિવાર રાત્રીના સમયે સુતા હતા.ત્યારે તેમના કોઢારમાં દીપડો ઘૂસી આવ્યો હતો.અને એક બકરાને ગળાના ભાગેથી પકડીને અડધો કિમી દૂર આવેલી વાડી સુધી ઘસડી જઈ શિકાર કર્યો હતો.
દીપડાએ બકરાનો શિકાર કર્યાની જાણ થતાં અશોકભાઈ સહિત ફળીયાના લોકો જાગી ગયા હતા,અને તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પરંતુ તેઓ ત્યાં પહોંચે એ પહેલાં દીપડાએ બકરાનો ખાત્મો બોલાવી દીધો હતો.બકરાનો શિકાર થતાં પશુપાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.આ ઘટના બાદ મૃત બકરાને દફનાવી દેવાયો હતો.આ બાબતે અશોકભાઈએ ઇ. સરપંચ કાર્તિકભાઈ પટેલને જાણ કરી હતી.વેણ ફળિયામાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળી રહ્યો છે.અને આ વિસ્તારમાં દીપડા માટે પાંજરું ગોઠાવવાની પણ માંગ ફળિયાના લોકોમાં ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.