તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ખેરગામ -વલસાડ માર્ગ પર અકસ્માતમાં પિતા-પુત્રને ઇજા, ઘાયલ બન્ને હોસ્પિટલ ખસેડાયા

ખેરગામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેરગામથી વલસાડ જતાં મુખ્ય માર્ગ પર બાઈક પાર્ક કરી બાજુ પર ઉભેલા પિતા-પુત્રને અન્ય બાઈકે અડફેટે લેતા બન્ને ઘાયલ થયા હતા.ખેરગામથી વલસાડ જતા રોડની સાઈડે આકાશ ભીખુભાઇ કો.પટેલ અને તેમના તેમના પિતા બાઈક પાસે ઉભા હતા.દરમ્યાન વલસાડ તરફથી પુરઝડપે હંકારી આવતા એક સ્પ્લેન્ડર મોટર સાયકલ ચાલક જેણે રોડની સાઈડ ઉપર બાઈક પાસે ઉભી રહેલા આકાશની બાઇકમાં અથડાવી દેતા આકાશ પટેલના ડાબા પગનાં પંજાની ઉપર ચામડી ફાટી જઇ ફેક્ચર કરી તેમજ પગની વચ્ચેની ત્રીજા નંબરની આંગણી કપાઈ જઇ છૂટી પાડી નાંખી ઇજા કરી હતી

તેમજ આકાશના પિતાને ડાબા પગના પંજામાં ફેક્ચર કરી શરીરે ડાબી બાજુ પાંસળીઓમાં ફેક્ચર કરી ઇજા પહોંચાડતા આકાશ ભીખુભાઇ કો.પટેલની ફરિયાદના આધારે પોલીસે મો.સા ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ ખેરગામ પીએસઆઈ-જી.એસ.પટેલ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો