તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનેરો ઉત્સાહ:ખેરગામના ગ્રામ્ય વિસ્તારમાં શેરી શિક્ષણથી બાળકોમાં અનેરો ઉત્સાહ

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને સ્કૂલની જગ્યાએ ઘર આંગણે ભણાવાય છે

કોરોના મહામારીમાં છેલ્લા એક દોઢ વર્ષથી શાળાઓ બંધ થતા તેની અસર બાળકો ઉપર થઇ છે,ગયા મહિનાથી ખેરગામ તાલુકામાં શેરી શિક્ષણની શરૂઆત થતા ગ્રામ્ય વિસ્તારના બાળકોને પુરા ઉત્સાહથી શિક્ષણના પાઠ ભણવવામાં આવી રહ્યા છે.

કોરોનાના કપરા કાળમાંથી બહાર આવતા રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઓફલાઇન શિક્ષની શરૂઆત કરવામાં આવી છે,જ્યારે પ્રાથમિક શાળાના બાળકો માટે શેરી શિક્ષણની શરૂઆત થતા વિદ્યાર્થીઓની સાથે રાહત અનુભવી હતી. ખેરગામ તાલુકામાં આવેલી 50 પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો પુરા ઉત્સાહ અને આનંદથી શેરી શિક્ષણનો લાભ લઇ રહ્યા છે.આછવણી મંદિર ફળિયામાં આવેલી શાળામાં બાળકોને ઓટલે શિક્ષણ આપતા મહિલા શિક્ષક મનીષાબેન અહિરે જણાવ્યું હતું કે તેમની શાળામાં 181 બાળકોની સંખ્યા છે,

જે તમામ વિદ્યાર્થીઓને જે તે વિસ્તારમાં ધોરણ પ્રમાણે બાળકોને નજીકની જગ્યાએ બોલાવી શાળાના શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. હાલમાં શાળામાં બાળકોની કુલ સંખ્યા પૈકી 90 ટકા બાળકોની હાજરી શેરી શિક્ષણમાં રહેતી હોય છે.ઘણા સમય સુધી ઓનલાઈન શિક્ષણ ચાલુ રહ્યું હતું,પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં અમુક જગ્યાએ નેટવર્ક સહિતના પ્રોબ્લેમ આવતા હોય બાળકોને અભ્યાસમાં ઘણી મુશ્કેલી થતી હતી.

અન્ય સમાચારો પણ છે...