તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ખેરગામ તાલુકામાં વીજ દરોડા, 30 વીજચોરને 6 લાખનો દંડ

ખેરગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 10 જુનિ., 3 ડે.ઇજનેર સહિતનો કાફલો ત્રાટક્યો
 • 543 જેટલા ઘરોમાં વીજમીટર ચેક કરવામાં આવ્યા

દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ખેરગામ સબ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં આવતા ગામોમાં શુક્રવારે વહેલી સવારે વીજ કંપનીની અલગ અલગ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારમાં હાથ ધરાયેલા વીજ ચેકિંગ અભિયાનમાં 30 જેટલા વીજચોરીના કેસ મળી આવ્યા હતા, જેમાં આશરે 6 લાખની આસપાસનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ખેરગામ સબ ડિવિઝનના કાર્યક્ષેત્રમાં આવતા ખેરગામ, પીઠા, બહેજ, ચીમનપાડા, ડેબરપાડા, વાડ, ચરી, ઘેજ, નારણપોર સહિતના ગામો તેમજ રૂમલા સબ ડિવિઝન કચેરીના ગામોમાં વીજ કંપનીની સુરત વિભાગની ટીમ દ્વારા 10 જુનિયર ઇજનેર અને 3 ડેપ્યુટી ઇજનેરની આગેવાનીમાં અલગ-અલગ ટીમ બનાવી વહેલી મળસ્કે વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ કંપની દ્વારા વહેલી સવારમાં હાથ ધરાયેલા અભિયાનમાં કુલ 543 જેટલા ઘરોમાં વીજમીટર ચેક કરવામાં આવ્યા હતા.

જેમાં મોટાભગના ઘર વપરાશના કનેકશનમાં 30 જેટલી જગ્યાએ વીજચોરી કરતા ઝડપાઇ આવ્યા હતા. જેમાં 27 ખેરગામ સબ ડિવિઝન અને 3 રૂમલા સબ ડિવિઝન કચેરીના ગામોમાંથી વીજચોરીમાં ઝડપાઇ આવ્યા હતા. આ તમામ કનેકશનો મળી વીજ કંપનીના અધિકારીઓ દ્વારા આશરે 6 લાખની આસપાસ દંડ ફટકારવામાં આવ્યો હતો.

ખેરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હાથ ધરાયેલા વીજ ચેકિંગના પગલે વીજચોરી કરતા અન્ય તત્વોમાં ભારે ફફડાટ ફેલાય ગયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, વીજ કચેરી હોય કે નગરપાલિકા ચોમેર માર્ચ એન્ડીંગના ટાર્ગેટ હોય તેમ દંડનીય કામગીરી કરી રહી છે. કામગીરી સરાહનીય છે, પરંતુ કાયમ પારદર્શક કામગીરી થાય તો જ સાર્થક ગણાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો