હાલાકી:ખેરગામ પંથકમાં વરસાદને કારણે બજારમાં રસ્તા ઉપર પાણીનો ભરાવો

ખેરગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સવારથી સાંજે 4 વાગ્યા સુધીમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો

ખેરગામ ખેરગામ તાલુકામાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. ત્યારે ખેરગામ તાલુકામાં શનિવાર બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો બંધાતા ખેરગામ તાલુકાના કેટલાક ગામોમાં ઝરમરીયો વરસાદ પડતા લોકોએ ગરમીથી થોડી રાહત અનુભવી હતી.

બીજી બાજુ કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. રવિવારે વહેલી સવારથીજ મેઘરાજાએ ધારદાર બેટિંગ કરતાં સાંજે ચાર વાગ્યા સુધીમાં 27 એમ.એમ જેટલો વરસાદ નોંધાતા ઠેર ઠેર રસ્તાઓ ઉપર પાણી વહેતા થયા હતા. તો બીજી બાજુ ખેરગામ બજારમાં કેટલીક દુકાનોની સામે પાણીનો ભરાવો થતાં ગ્રામ પંચાયતની પ્રિમોન્સુન કામગીરી સામે સવાલો ઉભા થયા હતા. ચોમાસાની શરૂઆત થતાં જ દુકાનો સામે વરસાદી પાણીનો ભરાવ થતા દુકાનદારોમાં ભારે છૂપો રોષ જોવા મળ્યો હતો.

ખેરગામ ગ્રામ પંચાયત દ્વારા પ્રિમોન્સુન કામગીરી વહેલી તકે પૂરી કરવામાં આવે અને દુકાનો સામે વરસાદી પાણીનો ભરાવો થતો અટકે તેવી કામગીરી થાય એવી દુકાનદારોમાં માંગ ઉઠી છે. રવિવારે પણ સવારથી જ વરસાદી માહોલ રહેતા કેરી પકવતા ખેડૂતોમાં ફરી ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...