તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:જિલ્લા પં. પ્રમુખની દક્ષિણ ઝોનના પ્રભારીપદે નિમણૂંક, પ્રદેશ પં.ની કારોબારી સમિતીનો નિર્ણય

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ પંચાયત પરિષદ કારોબારી સમિતિની બેઠકમાં 15 જેટલા હોદ્દેદારોની નિમણૂક માટે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં 25મીને બુધવારે યોજાયેલી સભામાં પરિષદ પ્રમુખ તરીકે ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલની નિમણૂક થઇ હતી. જ્યારે સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ પટેલની આંતરિક ઓડિટર તરીકે નિમણૂંક થઈ હતી.

ગુજરાતના 4 ઝોનના પ્રભારી- સ્ટિયરિંગ કમિટીના હોદ્દેદાર તરીકે દક્ષિણ ઝોન માટે નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઈ આહીરની નિમણૂંક થઈ હતી, જે નિમણૂકને નવસારી જિલ્લા તથા ખેરગામ તાલુકામાં ભરપૂર આવકાર મળતા ભીખુભાઈ પર અભિનંદન વર્ષા થઇ રહી છે. ભીખુભાઈએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે દક્ષિણ ઝોન માટે મને પરિષદે જે જવાબદારી આપી છે તે હું પૂરી નિષ્ઠાથી બજાવીશ, પંચાયતી રાજ સંસ્થાઓ હસ્તક રાજ્ય અને કેન્દ્રની વિવિધ યોજનાના સફળ અમલીકરણ માટે હંમેશા પ્રયત્નશીલ રહીશ.

અન્ય સમાચારો પણ છે...