નિર્ણય:ખેરગામ-વલસાડ રોડને જોડતો જર્જરિત લિંક રોડ બનાવાશે

ખેરગામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3.52 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ િવકાસ કામો કરવામાં આવશે

ખેરગામમાં રામજી મંદિર પાછળ બાયપાસ રોડ થઈને વલસાડ રોડને જોડતો જનતા હાઈસ્કૂલ સુધીનો લીન્ક રોડનું રૂપિયા 23 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. ખેરગામ ખાખરી ફળિયાથી નહેર થઈ તાલુકા પંચાયત તરફ જતો રસ્તો 35 લાખના ખર્ચે નવો બાંવાશે, ખેરગામ વેણ ફળિયા રોડ 25 લાખના ખર્ચે, ખેરગામ પીઠા મુખ્ય રસ્તાથી નિકુંજભાઈના ફળિયા તરફ જતો રસ્તો 35 લાખના ખર્ચે, ખેરગામ બાવળી ફળીયા રોડ ટુ જોઈનીંગ ચીખલી રોડ, ખેરગામ બાવરી ફળિયા ટુ વૈરાગી ફળિયા વાયા રીવર ટુ ખેરગામ બજાર રોડ, કન્સ્ટ્રકશન ઓફ મોડલ આંગણવાડી એટ ખેરગામ બાવરી ફળિયા,ખેરગામ પોમાપાળ રોડ 24 લાખના ખર્ચે, આછવણી જિલ્લા પંચાયત હસ્તકના આછવણી બંધાડ ફળિયા ટુ રૂઝવણી રોડ, આછવણી જામનપાડા રોડ, રૂઝવણી પટેલ ફળિયા નહેર કેનાલ ટુ ડેબરપાડા ગામને જોડતો રસ્તો નવો બનાવવા આયોજન હાથ ધરાયુ છે.

ખેરગામ તાલુકામાં 11 જેટલા રસ્તા અને એક આંગણવાડી મળી કુલ 3.52 કરોડના ખર્ચે વિકાસ કામો હાથ ધરવામાં આવશે.આ પ્રસંગે જિ.પં.ના બાંધકામ અધ્યક્ષ દીપાબેન પટેલ, તા. પં. પ્રમુખ રક્ષાબેન પટેલ, ભાજપ મહામંત્રી શૈલેષભાઇ ટેલર, પ્રશાંતભાઈ પટેલ, પૂર્વેશ ખાંડાવાલા, ભીખુભાઇ આહીર, અરવિંદભાઈ ગરાસિયા, જિલ્લા પંચાયત સભ્ય સુમિત્રાબેન ગરાસિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...