ખેરગામમાં પોલીસ તરીકેની ઓળખ આપી નંબર પ્લેટ વગરની કારમાં આવેલા ઇસમોએ ટેમ્પા ચાલકને માર મારી ગાડી અટકાવી હતી. અને તારા શેઠની સોપારી આપી હોવાની ધમકી આપી ધરમપુરના યુવાન ભાગી જતા તેના વિરુદ્ધ ખેરગામ પોલીસમાં ફરિયાદ આપી હતી.
સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં રહેતા શ્યામ લુબ્રિકેટ કંપનીના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા શ્યામલાલ શાંતિલાલ ખટીકે ખેરગામ પોલીસમાં ફરિયાદ આપી કે તેઓ ગત 15 ફેબ્રુઆરીના રોજ બપોરે 3.30 વાગ્યાના સુમારે તેમનો ટેમ્પો લઇ રૂમલાથી ધરમપુર રોડ તરફ પાણી ખડક સર્કલથી આગળ જામનપાડા ગામે પસાર થતા હતા.
ત્યારે તેમના ટેમ્પોની આગળ નંબર વગરની કાર ઉભી રહી હતી. અને કારમાંથી વિકાસ યાદવ રહે.ધરમપુરએ ઉતરીને અમારા ટેમ્પમાં ડ્રાઇવર સાઇડ આવી ટેન્કરનો દરવાજો ખોલી શ્યામલાલને પેટમાં મુક્કો મારી ટેમ્પો બંધ કરી ચાવી લીધી હતી. બાજુમા બેસેલા ક્લીનર રસિકભાઇને બેથી ત્રણ તમાચા માર્યા હતા.
આ યુવાને તેમની ઓળખ ધરમપુરના વિકાસ યાદવ પોલીસવાળા તરીકે તેમની ઓળખ આપી હતી. શ્યામ લુબ્રિકેન્ટના અલ્પેશભાઇ નામના યુવાનને ફોન કરી તેમને જણાવ્યું કે તમે ક્યાં છો તમારી ગાડી અહીં મે રોકેલ છે. તો તું તરત અહીં આવી જાત એમ જણાવી ક્લિનર રસીકભાઇને ગાડીમાંથી ઉતારી માર માર્યો હતો. વધુમાં જણાવ્યું કે તેમના બંને શેઠની સોપારી આપેલ છે અને એકનું મર્ડર પણ થઇ જશે. તેમ જણાવી ધમકી આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.