ચર્ચા:ખેરગામની ગ્રામ સભામાં વિકાસીય કાર્યોની ચર્ચા કરાઇ

ખેરગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્વચ્છતાના સંદર્ભમાં ગુજરાત સરકાર સ્વચ્છ સ્વસ્થ સુજલ ગુજરાતનું જન અભિયાન શરૂ કરે છે જેમાં ક્લીન ઇન્ડિયા, અમૃત ૨.૦અને સ્વચ્છ ભારત મિશનનો સમાવેશ થાય છે.આ અભિયાન માટે અને સો ટકા રસીકરણ માટે વિશેષ ગ્રામસભા ઈ.સરપંચ કાર્તિક પટેલની અધ્યક્ષતામાં તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ અને ફરીથી નિમણૂક પામેલા તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ પરમારની ઉપસ્થિતિમાં મળી હતી.ઉપસ્થિત લોકોને ત્રણે નવીન કાર્યો માટે અને રસીકરણ માટે સમજણ આપવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી તર્પણબેન વણકર સહિતના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...