તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખેરગામ તાલુકા સંલગ્ન બસ સેવાના બંધ રૂટ શરૂ કરવા માગ

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદારને રજૂઆત કરાઇ

કોરોના મહામારીના લીધે માર્ચ 2020થી ખેરગામ તાલુકાના ગામો સંલગ્ન કેટલીક બસ સેવા બીજી લહેર પછી વાતાવરણ સુધરવા છતાં શરૂ થઈ નથી. જેથી આદિવાસી પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, આ બાબતે આછવણી ગામના જાગૃત નાગરિકે ગામમાં યોજાયેલા સેવાસેતુ કાર્યક્રમમાં મામલતદારને લેખિત રજુઆત કરી બસ સેવા ઉપલબ્ધ કરાવવા માંગ કરી હતી. આછવણી હટી ફળીયા રહીશ મંગુભાઇ ભડાકીયાની રજુઆત મુજબ ખેરગામ તાલુકા મથકથી વાંસદા તરફ જવા આવવાની અપુરતી બસ સેવા છે.

સરકારી એસટી બસ સસ્તા ભાડે ખૂબ જ ઉપયોગી છે પણ કેટલાક રૂટ હજુ શરૂ ન થવાના કારણે મુસાફરોએ તેમના સ્થળે પહોંચવામાં વધુ ભાડું ખર્ચી ખાનગી વાહનોનો સહારો લેવો પડે છે અને ઘણી વખત ખાનગી વાહનો પણ ન મળતા મુશ્કેલી વેઠવી પડે છે. વલસાડ-ખેરગામ પીપલખેડ વાયા રુમલા ફરી શરૂ કરવી જેમાં અગાસી આઈ.ટી.આઈ.ના રૂમલા પાણીખડક હાઈસ્કુલના વિદ્યાર્થીઓને ખૂબ જ રાહત થશે. આ બંને ટ્રિપને વાંસદા સુધી લંબાવાય તો પ્રાંત કચેરીમાં કામવાળા રૂમલા અગાસી ગોડથલના આદિવાસીઓને સીધી બસ સેવા મળતા ભાડા અને સમયમાં રાહત થશે.

રુમલા પાણીખડકના વિદ્યાર્થીઓ માટે ધરમપુર વિરવલ રૂમલા બસ સેવા શરૂ કરવાની પણ માંગ છે. આદિવાસી વિદ્યાર્થીઓ માટે શાળાના સમયે ઉપયોગી થાય તેવી બસ સેવાઓ શરૂ કરવી અને વિદ્યાર્થી પાસ જે તે શાળામાંથી જ મળી જાય તેવી વ્યવસ્થા કરવી. જેથી આદિવાસી વિદ્યાર્થીઓનો સમય અને નાણાં રઝળપાટ બચી શકે. સરકાર દ્વારા એસટી બસ સેવાનો લાભ લેવા મોટી મોટી જાહેરાતો કરી મુસાફરોને આકર્ષવાનો પ્રયાસ કરે છે, પરંતુ ખેરગામ વિસ્તારમાં આ બસ સેવાનો મુસાફરોને લાભ મળતો નથી ત્યારે વિચારવુ રહ્યું.

અન્ય સમાચારો પણ છે...