રજૂઆત:આહવા-ખેરગામ વલસાડ બસ વાયા કુંડી ફાટકના બદલે સીધી દોડાવવા માગ

ખેરગામ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 18ના બદલે રૂ. 21 ભાડુ વસુલાતા ખેરગામના ઇ.સરપંચનો નિયામકને પત્ર
  • છિપવાડના બદલે કુંડી ફાટક થઇને દોડાવતા નિગમનું ડિઝલ અને મુસાફરોનો સમય વેડફાય છે

આહવા ડેપોની ખેરગામ થઈને વલસાડ જતી એસટી બસ હાલમાં વાયા કુંડી ફાટક થઈને દોડાવવામાં આવી રહી છે,તેમજ ખેરગામ વલસાડનું ભાડું પણ 18ના બદલે રૂ. 21 વસુલવામાં આવતા મામલે ખેરગામના ઇ.સરપંચે વિભાગીય નિયમકને પત્ર લખી બસને ગુંદલાવથી વાયા છીપવાડ વલસાડના જુના રુટે જ દોડાવવા તેમજ ભાડું રૂ.18 વસૂલવા માંગ કરવામાં આવી છે.

કોરોના મહામારીમાં એસટી બસ સેવા બંધ થઈ પછી આંશિક શરૂ કર્યા બાદ વલસાડથી 9.55 અને 15.15ની વલસાડ-ખેરગામ રુમલા પીપલખેડ બે બસ સેવા બંધ કરી છે. ખેરગામ વિભાગ દ્વારા નિગમને ફાયદાકારક રજૂઆતો થતી હોય વલસાડ રોકાતી આહવા ડેપોની બસ જેમા ટપાલ પણ આવે છે તેને છીપવાડનુ નવું ગરનાળું બનતા વલસાડ ડેપોની તમામ બસો આ માર્ગે જ આવ-જા કરે છે ત્યારે આ નાઈટવાળી બસ ધરમપુર ચોકડીથી દોડે છે તેને સીધી દોડાવવાના બદલે ધરમપુર ચોકડી થઈને ચાલુ રાખી ભાડું પણ રૂપિયા 18 લેવાતું તે વધારીને 21 કર્યું હતું, આ બાબતે ખેરગામના ઇન્ચાર્જ સરપંચે વિભાગીય નિયામકને લેખિત રજૂઆત કરી તાત્કાલિક અસરથી રૂ. 18ના ભાડે બસ સેવા યથાવત કરવા માંગ કરી છે.

હાલમાં વીસ દિવસ સુધી રેલવે ઓવર બ્રિજ બંધ રહેલો હોવાથી આ બસને ગુંદલાવથી છિપવાડ થઈને દોડાવવાના બદલે કુંડી ફાટક થઈને દોડાવતા નિગમનું ડીઝલ અને મુસાફરોનો સમય વેડફાય છે.જેથી તાત્કાલિક અસરથી વલસાડ નાઈટ રહેતી આ બસને ગુંદલાવ ચોકડીથી સીધી છીપવાડ થઈને જુના યથાવત નિર્ધારિત માર્ગે દોડાવવા તથા ભાડુ રૂ. 18 કરવા માંગ કરવામાં આવી છે. વધુમાં બંધ કરેલી દિવસની બે વલસાડ પીપલખેડ 9.55 અને 15.15 સેવા પણ તાત્કાલિક ચાલુ કરવા જણાવાયું છે.

ખેરગામ-વલસાડનું ભાડું 18 કરી દેવાયું છે
વલસાડ-ખેરગામ રૂટનું ભાડું શુક્રવારથી 18 રૂપિયા કરી દેવાયું છે. જ્યારે વાયા ધરમપુર ચોકડી અબ્રામા રૂટ ઉપરથી દોડાવવા બાબતે આ રૂટ ઉપરના ઘણાં મુસાફરો હોય છે તેમજ આહવા ડેપોની વિભાગીય કચેરી રૂટ થઈને એકમાત્ર આજ ટ્રીપ હોવાથી સ્ટાફ અને કચેરીના કામકાજ પણ થતા હોય છે. > જગદીશ માહલા, ડેપો મેનેજર, આહવા

અન્ય સમાચારો પણ છે...