તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ખેરગામ અને વલસાડના ગામોને જોડતો ઔરંગા નદીનો પુલ ઊંચો બનાવવા માંગ

ખેરગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાંધઇનો ગરગડીયા પુલ દર ચોમાસે પાણીમાં ડૂબી જતાં લોકોએ લાંબો ચકરાવો લેવો પડે છે

ખેરગામના નાંધઇ અને વલસાડના મરલા ગામને જોડતો ઔરંગા નદી ઉપર બનાવવામાં આવેલો ચેકડેમ કમ કોઝવે બંને તરફના અનેક ગામના લોકો માટે અતિ લોકભોગ્ય પુરવાર થયો છે, પરંતુ આ કોઝવે નીચો હોય ચોમાસા દરમિયાન પાણીમાં ડૂબી જતાં બંને તરફના લોકોએ 12થી 15 કિમીનો ચકરાવો લેવો પડતો હોય અહીં ઊંચો પુલ બનાવવા માટે લોકોની ઘણાં સમયથી માંગ છે.+

રૂઝવણી ગામના જાગૃત નાગરિક ઈશ્વરભાઈ પટેલે તાજેતરમાં જ આદિજાતિ વિકાસ મંત્રીને કરેલી રજૂઆત મુજબ વલસાડ તાલુકાના મરલા અને ખેરગામ તાલુકાના નાંધઇ વચ્ચે ઔરંગા નદી આવે છે. આ બન્ને ગામને જોડતો ઔરંગા નદી પર ચેકડેમ કમ કોઝવે બનાવવામાં આવેલો છે પરંતુ ચેકડેમ નીચો હોવાથી ચોમાસામાં પાણીમાં ગરકાવ થઇ જાય ત્યારે વલસાડ અને ખેરગામ તાલુકાના આ વિસ્તારના લોકોને અવરજવર માટે 12થી 15 કિ.મી.જેટલું અંતર કાપી વ્યવહાર સાચવવો પડે છે. જેમાં લોકોનો સમય અને નાણાં વેડફાય છે. 3

ખેરગામમાં કોલેજ, ઉચ્ચત્તર માધ્યમિક શાળા, હોસ્પિટલો, માર્કેટયાર્ડ આવેલા છે. જેથી વલસાડ તાલુકાના કેટલાક ગામનો વ્યવહાર ખેરગામ સાથે જોડાયેલો છે. આ તરફના ઘણાં લોકો આ રસ્તાનો જ ઉપયોગ કરે છે તથા ખેરગામ તાલુકાના લોકો પારડી, વાપી જીઆઇડીસીમાં જવા માટે ટૂંકા રસ્તા માટે આ રસ્તાનો ઉપયોગ કરે છે.

વલસાડ તાલુકા અને ખેરગામ તાલુકાને જોડવા માટે મરલા અને નાંધઈને જોડતો ઔરંગા નદી પર પુલ બનાવવામાં આવે તો આ વિસ્તારમાંથી પારડી, નાનાપોંઢા, ધરમપુર, ખેરગામ, ચીખલી તાલુકાના લોકોને અવર-જવર માટે સુગમતા રહેશે. વલસાડ અને ધરમપુર તાલુકાના લોકો માટે તથા નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની જનતાની અવર-જવરની સગવડતા માટે મરલા અને નાંધઈને જોડતો ઔરંગા નદી પર આવેલ કોઝવેની જગ્યાએ પુલ બનાવી આપવા માંગ કરવામાં આવી છે.

આદિજાતિ મંત્રીને રજૂઆત કરી હતી
ઔરંગા નદી ઉપર ગરગડીયા પુલ ઊંચો બનાવવા છેલ્લા બે વર્ષથી રજૂઆત થતી આવી છે. મંગળવારે પણ આ બાબતે આદિજાતિ મંત્રીને રજૂઆત કરી હતી તેમજ આદિજાતિ વિકાસ વિભાગના એડિશનલ સેક્રેટરી સાથે પણ આ બાબતે વાત થઈ હતી. અહીં ઔરંગા નદી ઉપર ઊંચો પુલ બને તો અનેક ગામના લોકોને ચોમાસે રાહત થશે. > ઈશ્વરભાઈ પટેલ, જાગૃત નાગરિક, રૂઝવણી

અન્ય સમાચારો પણ છે...