દુર્ઘટના:ખેરગામમાં પતરાં ઉતારવા ચડેલા આધેડનું પટકાતા મોત

ખેરગામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધારવાળુ લાકડું તૂટી જતા સ્લેબ પર પડ્યા
  • રેફરલમાં​​​​​​​ ખસેડાયા પણ સારવાર પહેલા દમ તોડ્યો

નાંધઇ ગામે મજૂરી કરતા એક 52 વર્ષીય આધેડ ઘરની ઉપરથી પતરાં ઉતારતી સમયે સડી ગયેલા લાકડાના ગયા ઉપર પગ મુકતા આકસ્મિક રીતે લાકડું તૂટી જતા આધેડ પતરાં સાથે મકાનના સ્લેબ ઉપર પટકાતા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા,પરંતુ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાના પગલે નાંધાઇ ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. દિવાળી પહેલા જ બનેલી આ ઘટનાથી મૃતકના પરિવારમાં પણ ગમગીની ફેલાઈ ગઈ હતી.

ખેરગામ તાલુકાના નાંધઇ વચલા ફળિયામાં રહેતા કિશનભાઈ પ્રેમાભાઈ પટેલ ઉ.વ.52 જેઓ મજૂરી અર્થે વચલા ફળિયામાં રહેતા ચંદુભાઈ નારણભાઇ પટેલના ઘરે 18મીને સોમવારે સવારે 8 વાગ્યાના સમય દરમિયાન ઘર ઉપર ચડીને પતરા ઉતરતા સમયે સડી ગયેલા લાકડાના ગયા ઉપર પગ મુકતા અકસ્માત રીતે સડી ગયેલું લાકડું તૂટી જતા પતરા સાથે મકાનના સ્લેબ પર પટકાતા કિશનભાઈ પટેલને માથા થતા શરીરે ઇજા થતા તેઓને 108 મારફતે ખેરગામની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી મૃત જાહેર કરતા પરિવારમાં ભારે ગમગમી ફેલાઈ ગઈ હતી.

અશોકભાઈ પ્રેમાભાઈ પટેલે આ અંગેની જાહેરાત ખેરગામ પોલીસ મથકમાં આપતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ ખેરગામ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ગુણવંતભાઈ નાગરાજ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...