તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:કચરો સળગાવવા જતાં શેરડીના પાકને નુકસાન

ખેરગામ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેરગામના એક ખેડૂતે બીજાની જમીનમાં ભાગે શેરડીનું વાવેતર કર્યું હતું. જેમાં તેમની બાજુમાં અડીને આવેલા ખેતરવાળાએ પોતાના ખેતરમાં વાડ પાસે કચરો સળગાવવા જતા બાજુમાં શેરડીનું ખેતર આગની લપેટમાં આવતા શેરડીનો પાક તેમજ પીવીસી ઇપ બળીને ખાક થઈ ગયા હતા.

ખેરગામમાં વાવ રોડ પર રહેતા બાબુભાઇ બીજાની અલગ-અલગ જથ્થામાં આવેલી જમીનમાં ભાગે શેરડીનો પાક કર્યો હતો. 6ઠ્ઠી ફેબ્રુઆરીએ તેમની શેરડીના ખેતરને લાગીને આવેલા ખેતરવાળાએ વાડમાં કચરો સળગાવતા બાજુમાં બાબુભાઈની શેરડીનો પાક આગની લપેટમાં આવી ગયો હતો. દરમિયાન બપોરે 1 વાગ્યાના સમયે ખેતરમાં પાક સળગતો દેખાતા બાબુભાઇ સહિતના અન્ય ખેડૂતો ત્યાં પહોંચી આજુબાજુથી પાણી ભરી લાવી આગ બુઝાવવાના પ્રયત્નો કર્યા હતા પરંતુ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા અનેક પ્રયત્નો છતાં જોતજોતામાં ખેતરમાં શેરડીનો પાક આગમાં બળીને ખાક થઈ ગયો હતો. ખેતરમાં રાખેલા પીવીસીના 20 નંગ પાઇપ પણ આગમાં બળીને ખાક થઈ જતા મોટુ નુકસાન થયું હોવાનું ખેડૂતે જણાવ્યું હતું.

​​​​​​​સ્થાનિકોએ ગામના સરપંચ તથા પોલીસને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. આ મામલે ખેડૂતે નુકસાનીનું વળતર મળે તે માટે ખેરગામ પોલીસ મથકમાં અરજી આપી યોગ્ય તપાસ કરી જરૂરી કાર્યવાહી કરવા માંગ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો