તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:BTTSના 4 કાર્યકર સામે જાહેરનામા ભંગનો ગુનો

ખેરગામ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેરગામના બીટીટીએસના કાર્યકરોએ ગત રવિવારે બેરોજગારી અને મોંઘવારીનો વિરોધમાં બનોરોનું હવન કરતા ખેરગામ પોલીસે ચાર યુવાન સામે સામાજિક અંતર નહીં જાળવવા બદલ જાહેરનામાનો ભંગ કર્યો હોવાનો ગુનો દાખલ કરાયો હતો.

ખેરગામના બીટીટીએસ કાર્યકરોએ ગત રવિવારે બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં વિવિધ સૂત્રોવાળા બેનરો સાથે ભાજપ સરકારનો વિરોધ કરવાનું આયોજન કર્યું હતું. જેના પગલે ખેરગામમાં પોલીસ પણ તૈનાત થઈ ગઈ હતી. બીટીટીએસના કાર્યકરોએ ખેરગામ તાલુકાના પાણીખડક સર્કલ પાસે બેરોજગારી અને મોંઘવારીના બેનરોનું હવન કરી અનોખો વિરોધ કર્યો હતો. જેના પગલે સ્થાનિક પોલીસે બીટીટીએસના કાર્યકરો સામે સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ મામલે કાર્યવાહી કરી હતી. જેમાં ખેરગામના વડપાડા ગામના મિતેશભાઈ પટેલ, ખેરગામ બાવળી ફળિયાના અંકુરભાઈ પટેલ, વાડ ડુંગરી ફળિયાના ભૂમિતભાઈ પટેલ, જામનપાડા ગવળા ફળિયાના પંકજભાઈ પટેલ સામે સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવી કોવિડ-19 મહામારી અંતર્ગત જાહેરનામ ભંગનો ગુનો નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...