તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાતમુહૂર્ત:ખેરગામમાં રસ્તા-માઇનોર બ્રિજના કામોનું ખાતમુહૂર્ત

ખેરગામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેરગામ તાલુકામાં નિર્માણ થનારા વિવિધ રસ્તા તેમજ કોઝવે માઇનોર બ્રિજનું ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ અમીતાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ, મહામંત્રી શૈલેષ ટેલર, સંપતભાઈ પટેલ, પંચાયત માર્ગ મકાન વિભાગના ના.કા.ઇ. ગીતાબેન પટેલ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. તાલુકામાં 5.77 કરોડના ખર્ચે નિર્માણ થનાર વાડ રાંધા ફળિયા કોલવાડથી આછવણી જોઇનિંગ વાડ પણજ રોડ કોઝવે-બ્રિજ આધુનિકરણ કરવામાં આવશે તેમજ ખેરગામ પણજ રોડ ઉપર સરસિયા ફળિયાનો માઇનોર બ્રિજ બનાવવા છેલ્લા ઘણા સમયથી માંગ ઉઠી હતી,જેનું 90 લાખના ખર્ચે બનાવાશે.

વિવિધ ગામોમાં 5.77 કરોડના આ તમામ વિકાસ કામોનું આગેવાનોની હાજરીમાં ખાતમુહૂર્ત કરાશે. તાલુકામાં કુલ 5.77 લાખના ખર્ચે વિવિધ રસ્તા તેમજ માઇનોર બ્રિજના નિર્માણ માટે ખાતમુહૂર્ત થતા ખેરગામ તાલુકાની જનતાએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...