કામગીરી:ખેરગામ તાલુકામાં ઇ-શ્રમ પોર્ટલ પર શ્રમિકોના રજિસ્ટ્રેશનની કામગીરી શરૂ

ખેરગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રમિકોને સરકારની વિવિધ લાભ દાઇ યોજનાની જાણકારી અપાઇ

સરકાર દ્વારા અસંગઠિત કામદારોનો નેશનલ ડેટા બેઝ કલ્યાણકારી હિતમાં એકત્ર કરવામાં આવી રહ્યોછે. જે માટે સરકારના લેબર અને એમ્પ્લોયમેન્ટ મંત્રાલય દ્વારા ઇ-શ્રમ પોર્ટલ પર પર રજીસ્ટ્રેશનની કાર્યવાહી હાલ ચાલુ છે. ખેરગામ તાલુકામાં અસંગઠિત કામદારોનું વ્યાપક પ્રમાણમાં રજીસ્ટ્રેશન થાય અને પાત્રતા ધરાવતા દરેક કામદારો અને નાના વ્યવસાયકારો શ્રમ કાર્ડ માટે નોંધણી કરાવે તે માટે એનાર્ડે ફાઉન્ડેશન ખેરગામ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા વિવિધ યોજનાની જાણકારી આપી સીએસસી સેન્ટર દ્વારા શ્રમિકોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે.

જેમાં તા.પં. પ્રમુખ રક્ષાબેન પટેલ,પ્રશાંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.એનારડે ફાઉન્ડેશનનાં ડિસ્ટ્રિકટ કોઓર્ડિનેટર મનીષાબેન પટેલના જણાવ્યા મુજબ સરકાર દ્વારા શ્રમિકો માટેની વિવિધ યોજનાની જાણકારી આદિવાસી વિસ્તારના લોકો સુધી પહોંચે અને લોકોને તેનો લાભ મળે તે માટેના પ્રયાસો થઈ રહ્યા છે.

સીએસસીના ડિસ્ટ્રિકટ મેનેજર પ્રદીપભાઈ પટેલે જણાવ્યું કે વર્કર , તેડાગર , આશાવર્કર , શોપએકટ હેઠળ દુકાનદારોના કામદારો , માછીમારો,બાંધકામ વર્કર , સ્વરોજગાર વર્કર , એમ્પ્લોઇડ વર્કર , મિલ્કમેન , ખેત કામદારો,મધ્યાહન ભોજન , પુરવઠા વિતરણ , મનરેગાના વર્કર તેમજ કોઇને કોઇ કામ કરતા હોઇ પરંતુ જે ઇન્કમટેક્ષ ન ભરતા હોય,જેનું પીએફ કપાતુ ન હોય તેમજ ઇએસઆઇસીના મેમ્બર ન હોય તેવી આર્થિક ઉપાર્જન કરતી તમામ વ્યકિતઓ કે જેમની 16 થી 60 વર્ષ વચ્ચે હોય તેઓ રજીસ્ટ્રેશન જાતે કરી શકશે,અથવા નજીકના સીએસસી સેન્ટર ખાતે વિના મુલ્યે કરાવી શકશે.

અન્ય સમાચારો પણ છે...