તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેરગામની સદી પુરાણી રતનબાઇ કન્યા-કુમાર શાળાના દ્વાર તા.17-03-20 બાદ પુનઃ વિદ્યાભ્યાસ માટે 18મી ફેબ્રુઆરીએ ખુલતા શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ, શિક્ષિકાગણ અને કન્યાઓ દ્વારા વિધિવત પૂજન, અર્ચન, શ્લોક, ગાન કરીને કોરોનાની માર્ગદર્શિકા એસોપી પ્રમાણે જેઓ વાલી સંમતિપત્ર લાવ્યા હતા તેઓને આજે પ્રથમ દિવસે પ્રવેશ આપતા 124 માંથી 112 કન્યાઓની હાજરી નોંધાઇ હતી. તેઓને કોરોનાનો કોઈપણ જાતનો ડર રાખ્યા વિના હાથ ધોવા, સેનેટાઈઝ કરાવી તથા શરીર તાપમાન નોંધીને સામાજિક દૂરીનું પાલન કરાયું હતું.
ખેરગામ કુમાર શાળામાં પણ આચાર્ય પ્રશાંત પટેલ શિક્ષકગણે એસોપીનું પાલન કરીને દીપ પ્રગટાવી પ્રાર્થના કરી શિક્ષણકાર્ય શરૂ કર્યું હતું. જેમાં ધો.6 થી 8ના 145 માંથી 75 જ ભણવા આવ્યા હતા. બાકીના 70 વાલીઓને શાળાએ ભણવા મોકલવા જણાવાયુ હતું. કુમાર-કન્યાઓમાં સરસ્વતી મંદિરમાં ભણવા માટે ભારે ઉત્સાહ વર્તાતો હતો. ખેરગામ તાલુકાની 6 થી 8 ની 29 પ્રા.શાળામા પહેલાં દિવસે 1943 માંથી 1367 વિદ્યાર્થીઓ હાજર થયા હતા. શિક્ષણકાર્ય ધીમે ધીમે પાટે ચડી જતા વાલીઓમાં રાહત પ્રસરી છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.