તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:ખેરગામ રેફરલમાં બંધ પડેલી ઓક્સિજનની લાઇન ત્વરિત નવી નાંખવા કલેકટરનો આદેશ

ખેરગામ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હોસ્પિટલની વિઝીટે આવેલા કલેકટરને વિવિધ સુવિધા માટે આગેવાનોની રજૂઆત

ખેરગામના સામુહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાતે આવેલા કલેકટર આદ્રા અગ્રવાલે રેફરલ હોસ્પિટલમાં જરૂરી નિરીક્ષણ કર્યું હતું અને ઓક્સિજનની બંધ પડેલી લાઇન પોતાની ગ્રાન્ટમાંથી ઝડપી મરામત કરવા આદેશ કર્યો હતો, હોસ્પિટલમાં સ્ટાફ વધારવા પણ માંગ કરાઈ હતી.

ખેરગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણ વધતા અને હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડની અછતના કારણે દર્દીઓને ઘણી મુશ્કેલી થઈ રહી છે. મંગળવારે નવસારી જિલ્લા કલેકટર ખેરગામ રેફરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ઓક્સિજન લાઈનની મરામત ન થતા બંધ થયેલી ઓક્સિજન લાઇન બાબતે અગ્રણી ભૌતેશ કંસારાએ રજૂઆત કરી હતી.

કલેકટરે તાત્કાલિક ઓક્સિજનની લાઇન નવી નાખવા માટે સૂચના આપી હતી, જેના માટે એક-બે દિવસમાં કામગીરી શરૂ કરવામાં આવશે. ભૌતેશ કંસારાએ 30 બેડની કોવિડ સુવિધા ઉપલબ્ધ કરવા પણ રજૂઆત કરી હતી અને ખેરગામની રેફરલ હોસ્પિટલનો સ્ટાફ આવા કપરા સમયમાં અન્ય જગ્યાએ ખસેડાયો તે બાબતે પણ રજૂઆત થઈ હતી. જેમાં ડેપ્યુટશન પર ગયેલા એક મેડિકલ ઓફિસરને ફરીથી ખેરગામમાં તાત્કાલિક ધોરણે મુકવા પણ ખાતરી આપવામાં આવી હતી.

હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.દિવ્યાંગ પટેલે જણાવ્યું કે એક-બે દિવસમાં ઓક્સિજનની લાઇન નવી નાંખવાની કામગીરી કરવામાં આવશે તેમજ કોવિડ માટે રૂપિયા 2 લાખની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે. જેમાં કોવિડને લાગતા તમામ ખર્ચા કરી શકાશે. કલેકટરે ખેરગામ સેવા સદન તેમજ તોરણવેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની પણ મુલાકાત લઇ આગેવાનો સાથે ચર્ચા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો