તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ મંજૂર:ચીખલી તાલુકા પંચાયતનું 2021-22નું 141.23 કરોડનું બજેટ મંજૂર

ખેરગામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સામાન્ય સભામાં કારોબારી-સામાજીક ન્યાય સમિતિની રચના

ચીખલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી અને સામાજીક ન્યાય સમિતિની રચના સાથે 2021-22નું રૂ. 141.23 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.

તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખ કલ્પનાબેન ગાવિતના અધ્યક્ષસ્થાને આયોજન સહ ટીડીઓ હિરેન ચૌહાણ, ઉપપ્રમુખ જીગ્નેશ ગાવિત, શાસક પક્ષના નેતા મહેશભાઈ સહિતની ઉપસ્થિતિમાં યોજાયેલી સામાન્ય સભામાં વર્ષ 2020/21ના સુધારેલ તથા 2021/22ના વર્ષનું રૂ. 141.23 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવતા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. સામાન્ય સભામાં કારોબારી સમિતિની રચના કરાઈ હતી. જેમાં ઘેજના ધર્મેશભાઈ પટેલ, સાદકપોરના રમેશભાઈ પટેલ, રાનવેરીકલ્લાના પંકજભાઈ પટેલ, ચાસાના દમયંતિ આહિર, માંડવખડકના જશુભાઇ ગાંગુડે, વાંઝણાના નરેન્દ્રભાઈ પટેલ, સિયાદા જગનભાઈ પટેલ, સમરોલીના નીતાબેન પટેલનો સમાવેશ કરાયો હતો. જ્યારે સામાજીક ન્યાય સમિતિમાં સોલધરાના વૈભવ બારોટ, તલાવચોરાના રમીલાબેન હળપતિ, વંકાલના સેજલબેન પટેલ, સાદડવેલના રાકેશ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

બંને સમિતિની રચના સર્વાનુમતે કરવામાં આવી હતી. તાલુકા પંચાયતની સામાન્ય સભામાં પ્રધાનમંત્રી આવાસ યોજના અને જરૂરિયાતમંદ પરિવારોને રેશનિંગ મળે તે સહિત અન્ય ગ્રાંટોના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સામાન્ય સભા પૂર્વે સરકિટ હાઉસમાં તાલુકા ભાજપના પ્રમુખ મયંકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મહામંત્રી બાલુભાઈ પાડવી, સમીરભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભાજપના ચૂંટાયેલા સભ્યોની બેઠક યોજાઇ હતી. જેમાં સભ્યોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ચૂંટાયેલા સભ્યો તથા સંગઠન વચ્ચે સંકલન જાળવી રાખવા અનુરોધ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો