તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનવતા મહેંકાવી:ચોમાસા પૂર્વે આવધા ગામે ગરીબ પરિવારના મકાનનું સમારકામ કરાયું

ખેરગામ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેરગામના તબીબ અને ધરમપુરના યુવાનની સખાવત

ધરમપુરના આવધા ગામના ગરીબ પરિવારના ઘરનાં પતરા ભારે પવનમાં ઉડી ગયા બાદ થોડા દિવસોમાં પતિનું પણ નિધન થતા ચાર દીકરી સાથે કફોડી સ્થિતિમાં મુકાયેલી દિવ્યાંગ મહિલાની વ્હારે આવેલા ખેરગામના તબીબે પતરાં આપી માનવતા મહેંકાવી છે. ધરમપુરના યુવાને બહેન સાથે મળી સ્વ. માતાના બર્થડે નિમિત્તે સહાયરૂપ બન્યાં હતા.

આવધાના બિરમાળ ફળિયાની ચાર દીકરીની માતા દિવ્યાંગ મીનાબેન ગણપતભાઈ પવારના ઘરના પતરા ઉડી ગયા બાદ પતિનું પણ નિધન થતા પરિવાર તકલીફમાં મુકાયો હતો. જેની જાણ સોશિયલ મીડિયા થકી થતા ખેરગામની ચિંતુબા (છાંયડો) હોસ્પિટલના તબીબ ડો. નિરવ પટેલ તેમજ ડો.દિવ્યાંગી પટેલ, નિરલ પટેલ, રાહુલ પટેલ, રોહિતભાઈ, અશોકભાઈ, નાની ઢોલડુંગરી તા.પં.બેઠકના અપક્ષ સભ્ય કલ્પેશ પટેલ સાથે પરિવારના ઘરે જઇ દસ પતરાં આપી ગરીબ આદિવાસી પરિવારને મદદરૂપ બન્યાં હતા. ધરમપુરના યુવાન ધવલ પટેલ અને બહેન ભારતીબેન પટેલે તેમની સ્વ. માતા પાર્વતીબેન પટેલના જન્મદિન નિમિત્તે સહાય કરવા સંકલ્પ કરી આ પરિવારની મુલાકાત લઈ 8 પતરા અને રાશનકીટ આપી હતી. આ રીતે બે પરિવારોની સહાયતાથી ગરીબ પરિવારે રાહત અનુભવી હતી.

ડો.નિરવ પટેલે જણાવ્યું કે સોશિયલ મીડિયામાં આ ગરીબ પરિવાર પર આવી પડેલી મુશ્કેલી બાબતે પોસ્ટ વાંચી હતી, જેને સાથી મિત્રોની મદદથી કન્ફર્મ કરી તાત્કાલિક સંપર્ક દોડાવી ટેમ્પોમાં પતરાં લઈ મિત્રો સાથે પીડિત પરિવારના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં આ ગરીબ પરિવારને થોડી મદદ કરવાનું ભગીરથ કાર્ય પ્રાપ્ત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...