નિર્ણય:ખેરગામમાં ચારથી વધુ લોકોના ભેગા થવા ઉપર પ્રતિબંધ લદાયો, 144ની કલમ લાગુ

ખેરગામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખેરગામ વિસ્તારમાં પોલીસે ફ્લેગમાર્ચ કરી હતી  . - Divya Bhaskar
ખેરગામ વિસ્તારમાં પોલીસે ફ્લેગમાર્ચ કરી હતી .
  • કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર બજારમાં હુમલો થયા બાદ તંત્રએ લીધેલો નિર્ણય

ખેરગામમાં ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કાયદો અને વ્યવસ્થાને નુકસાન નહીં પહોંચે તે માટે ખેરગામ પોલીસની હદ વિસ્તારમાં વધુ લોકો ભેગા થવા પર કલેકટર દ્વારા 144ની કલમ લાગુ કરી 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. સોમવારે સાંજે પોલીસે ખેરગામ વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરી હતી ખેરગામ દશેરા ટેકરી નજીક શનિવારે સાંજે એક મિટિંગમાં હાજરી આપવા આવેલા ધારાસભ્ય અનંત પટેલ ઉપર હુમલો થયા બાદ તેમના સમર્થકો અને આદિવાસી સમાજના લોકો ગામેગામથી ખેરગામ પહોંચી હુમલાખોરોને પકડી પાડવાની માંગ સાથે ધરણાં ઉપર બેસી ગયા હતા. જ્યારે રવિવારે પણ કોંગ્રેસના ઉચ્ચ નેતાઓ ખેરગામ આવી પહોંચ્યા હતા.

આ બનાવ ખેરગામ વિસ્તારમાં બનેલો હોય કાયદો અને વ્યવસ્થાને નુકસાન પહોંચી શકે તેવી શક્યતાના આધારે નવસારી જિલ્લામાં શાંતિ જોખમાય નહીં, જાતિવાદ ઉગ્ર બને નહીં અને સલામતિ જળવાઈ રહે તે માટે કલેકટર દ્વારા 9થી 18 ઓક્ટોબર સુધી ખેરગામ પોલીસ સ્ટેશનના સમગ્ર વિસ્તારમાં 4 કે તેથી વધુ માણસો ભેગા થવા ઉપર, મંડળીના સ્વરૂપમાં અથવા સરઘસના સ્વરૂપે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવાયો છે.

144 લાગુ થતા અનેક સ્થળોએ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા તેમજ સોમવારે ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી તેમજ સાંજે ખેરગામ વિસ્તારમાં પોલીસે ફ્લેગમાર્ચ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...