સંસ્કૃતિનું જતન:આયુર્વેદ એ આપણી પ્રાચીન વિરાસત-તંદુરસ્ત વિશ્વ માટે આયુર્વેદ તરફ વળવુ જ રહ્યુ : ડો.સંજય પટેલ

ખેરગામ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેરગામ કોલેજ અને સરકારી આયુર્વેદ દવાખાના માંડવખડકના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય અને આયુર્વેદ વિષય સંદર્ભે સેમિનાર તેમજ મફત સર્વ રોગ આયુર્વેદ નિદાન કેમ્પ આચાર્ય ડો.એસ.એમ.પટેલના અધ્યક્ષપદે યોજાયો હતો.

જેમાં ડો.આયુષ.પટેલે વિવિધ રોગો વિશે જાણકારી આપી હતી.ડો.દિલિપભાઇ આહિરે જણાવ્યું કે આપણે સૌ ઋષિ સંસ્કૃતિના સંતાન છીએ એમણે વિવિધ ઔષધિય વનસ્પતિઓ વિશે વિસ્તૃત માહિતિ આપી હતી.જેવી કે કુવારપાઠું, ભાંગરો, સરગવો, એરંડો, તુલસી, લીમડો, આમળા, શતાવરી, જાંબુ, ધાણા, જીરૂ વગેરે આપણેને વારસામાં મળ્યું છે, પહેલા આપણે સ્વસ્થ વ્યક્તિને સ્વસ્થ બનાવીએ, આયુર્વેદએ જીવનપ્રણાલી છે, ચિકિત્સા પધ્ધતિ નથી. આમળાએ અમૃત છે, જેવી અનેક વનસ્પતિઓને કયા રોગના ઉપચાર માટે લઇ શકીએ જેનો પાવર પોઇન્ટ પ્રેઝેન્ટેશન દ્વારા યુવાઓને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. ડો.સંજય પટેલે જણાવ્યું કે તંદુરસ્તીના કાયદા અને આરોગ્ય શાસ્ત્રના નિયમો સાદા છે ને સહેલાઇથી શીખી લેવાય તેવા છે.ગામડામાં તાજી કેટલીય ઔષધિય વનસ્પતિના ભંડાર ભર્યા છે તેમા કઇ વનસ્પતિ કયા રોગના ઉપચાર માટે કામ આવે.સમગ્ર માનવજાતના ક્લ્યાણ અર્થે અને તંદુરસ્ત વિશ્વ માટે આયુર્વેદ તરફ વળવુ જ રહ્યુ. વિષય અનુંસંધાને પ્રા.ધર્મરાજ્ભાઇ ટેંભરેએ જણાવ્યું હતું કે પહેલુ સુખ તે જાતે નર્યા આયુર્વેદ એ આપણી પ્રાચીન વિરાસત છે. મફત સર્વરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરાયુ હતું જેનો મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ્ગણે લાભ લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી િવશ્વ આયુર્વેદ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે નવસારી જિલ્લામાં પણ વિદ્યાર્થીઓને શરૂઆતથી જ આયુર્વેદ તરફ વાળવાના અને તેના લાભોથી માહિતગાર કરવામાં આવી રહ્યાં છે.

લાંબા સમયથી પ્રકૃત્તિપ્રેમીઓ પણ આયુર્વેદને મહત્વ આપી રહ્યાં છે એવામાં શિક્ષણ જગત પણ જો આયુર્વેદ તરફ વળે અને નાનપણથી જ બાળકોમાં આયુર્વેદનું જ્ઞાનનું સંચાર કરવામાં આવે તો ભારતનું ભવિષ્ય ઉજળું છે. વિવિધ કેમ્પો દ્વારા વનસ્પતિ અંગે પણ સમયાંતરે િવદ્યાર્થીઓને કયા રોગમાં કઈ વનસ્પતિ ઉપયોગી નિવડે છે તે અંગે ઔષદ્યીય જ્ઞાન પીરસવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ તેનું પૂરતુ જ્ઞાન મેળવે અને આગળ વધે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...