તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સહાય:ખેરગામમાં સુશાસન દિન નિમિત્તે 8 ગામના 106 લાભાર્થીને સહાય

ખેરગામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારત દેશના પ્રથમ ભાજપી માજી વડાપ્રધાન વાજપાઈજી ભારત રત્નની યાદમાં તેમના જન્મ દિનની ઉજવણી - સુશાસન દિન સંદર્ભમાં ખેરગામ તાલુકાના નાંધઈ ગુપ્તેશ્વર મહાદેવ સંકુલના ખંડમાં માજી કેબિનેટ મંત્રી મંગુભાઇ પટેલની અધ્યક્ષતામાં તાલુકાના આઠ ગામોના 106 લાભાર્થીઓને પંચાયતની 4 શાખાઓ ટીએએસપી-જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા વિવિધ સહાય કરવામાં આવી હતી. વિવિધ સ્ટોલ સ્થાપી નિદર્શન પણ રાખવામાં આવ્યું હતું.

શ્રેષ્ઠ પશુપાલક તરીકે જામનપાડાના પ્રવિણ રવિયાભાઈ પટેલને રૂ. 10,000/- અને ચાફટર સાધન સહાય માટે રૂપિયા 18-18 હજારનો ચેક રાજુભાઈ અને મંજુબેન આહિરને આપવામાં આવ્યો હતો. સૌથી વધુ 55 નંગ -ગુજરાત સરકારનો છાંયડો- છાપેલી મોટી છત્રી હાટવાડામાં દુકાન લગાવનારાને આપવામાં આવી હતી. દેશી ગાય ઉછેર માટે પ્રતિમાસ 900/-લેખે ત્રણને સહાય અપાઈ હતી. કતારગામના ધારાસભ્ય વિનુભાઈ તાલુકા વિકાસ અધિકારી રાહુલ પટેલ, ભાજપા પ્રમુખ ચુનીભાઈ પટેલ, માજી જિલ્લા પં. સભ્ય પ્રશાંત પટેલ, ભાજપના કીર્તિ સોલંકી, સરપંચો સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો