રમત-ગમત:બાળકોનું ટેલેન્ટ પારખી વલસાડમાં ટ્રેનિંગ આપી તૈયાર કરાઇ રહેલા ઉત્કૃષ્ટ રમતવીરો

ખેરગામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • DLSS સ્કૂલમાં ટ્રેનિંગબદ્ધ રમતવીરો હોકી જેવી રમતોમાં નેશનલ લેવલે પણ રમી રહ્યાં છે

વલસાડ જિલ્લામાં બાળકો પાસે ખેલકૂદનું ટેલેન્ટ હોય અને રાજ્ય કક્ષાએ જવાનું જોશ હોય તો તેના માટે સરકારના સ્પોર્ટ્સ વિભાગ તરફથી ચાલતી ડિસ્ટ્રિકટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલમાં ડી.આર.પટેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળા દાંડી , પ્રાઇમરી અને હાસ્કૂલ વિભાગમાં ખેલાડીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે . જેમાં યંગ ટેલેન્ટ અને પુઅર ટેલેન્ટને શોધીને તેમને રાજ્ય કક્ષાએ ત્યારબાદ રાષ્ટ્રીય કક્ષાએ તાલીમ આપવાનું કામ વર્ષ -2022 થી થઇ રહ્યું છે .

વલસાડના ડી.આર.પટેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળા દાંડીમાં ૨૨ રમતવીરો જુદા જુદા જિલ્લાના તાલીમ લઇ રહ્યા છે . ખેલ મહાકુંભમાં એથ્લેટીકસની વિવિધ રમતોના U - 11 ના ખેલાડીઓએ ભાગ લીધેલ હોય , જેમાં વિજેતા ખેલાડીઓને યંગ ટેલેન્ટ ( Y ) બેટરી ટેસ્ટ લેવામાં આવે છે , જેમાંથી જિલ્લા કક્ષાએ પ્રતિભાશાળી ખેલાડીઓને DLSS ની પસંદગી માટે બોલાવવામાં આવે છે.

તમામ સુવિધા વિનામૂલ્યે
ઉચ્ચત્તર શિક્ષણ , નિવાસ , ભોજન , રમતની તાલીમ તથા જે તે રમતના સાધનો જેવી જરૂરી સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી હોય છે . શાળાની પ્રવેશ અને શૈક્ષણિક ફી , બુક અને સ્ટેશનરી , હોસ્ટેલ ફી , સ્કૂલ ગણવેશ , સ્કૂલ ઇવેન્ટ , પૌષ્ટિક આહર , માસિક સ્ટાઇપેન્ડ , ટુર્નામેન્ટ એકસપોઝર , રમતની ધનિષ્ઠ તાલીમ , સ્પોર્ટ્સ કીટ , મેડીકલેઇમ પોલિસી , રમતના સાધનો જેવી સુવિધા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને વિનામૂલ્યે મળશે.> પ્રવિણસિંહ પરમાર, આચાર્ય, દાંડી ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ

ટેલેન્ટને ઓળખી અપાતી તાલીમ
જિલ્લામાં ડી.આર.પટેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળા દાંડીમાં પ્રાઇમરી અને હાસ્કૂ , DLSS સ્કૂલમાં હોકી અને ટેબલ ટેનિસ રમત કાર્યરત છે . DLSS સ્કૂલમાં NIS કોચ દ્વારા ખેલાડીઓને તાલીમ આપે છે . જેમાં યંગ ટેલેન્ટ અને પુઅર ટેલેન્ટને શોધી તેમને તાલીમ આપે છે. > અલ્કેશભાઇ પટેલ , જિલ્લા રમત વિકાસ અધિકારી

અન્ય સમાચારો પણ છે...